વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે, 24 ઓક્ટોબરે, એશિયાના સૌથી મોટા રોપ-વે (Asia's biggest ropeway) ગિરનાર રોપ-વેનું (Girnar Ropeway)વર્ચ્યૂઅલ લોકાર્પણ કર્યું છે. આ સાથે તેઓએ 470 કરોડ રૂપિયાના ખર્ચે 850 બેડ સાથે સુસજ્જ થયેલી અમદાવાદમાં બાળકો માટેની યુ.એન.મહેતા હૃદયરોગ હૉસ્પિટલનું (U. N Mehta Hospital) પણ લોકાર્પણ કર્યું છે. આ ઉપરાંત ખેડૂતોને દિવસે વીજળી આપવાની ‘કિસાન સૂર્યોદય યોજના’ (Kisan suryoday Yojna) નું પણ લોન્ચિગ કર્યું છે. આ લોકોર્પણમાં મુખ્યમંત્રી રૂપાણી (CM Vijay Rupani) જૂનાગઢથી તેમજ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ (Deputy CM Nitin Patel) અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ (C. R. Patil) અમદાવાદથી સહભાગી થયા છે.
ગિરનાર રોપ-વે ઇ-લોકાર્પણ
આજે ગુજરાતમાં માતાજીની નવરાત્રીની આઠમ અને નોમનો પર્વ છે. આ શુભ પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જૂનાગઢ ગિરનાર રોપ-વે ઇ-લોકાર્પણ કર્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી જૂનાગઢ-ગિરનાર-રોપ-વે ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં છે. ગિરનાર આવતાં પ્રવાસીઓ માટે અનોખું નજરાણું બની રહેશે. જેને પગલે સી.એમ વિજય રૂપાણીએ જુનાગઢમાં કાર્યક્રમની શરૂઆત કરી હતી. તેમની સાથે ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
નવજાત શિશુને જન્મતાની સાથે જ જો હૃદયરોગ હશે તો અત્યાધુનિક સુવિધા પ્રાપ્ય બની શકે એ હૉસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ યુ.એન.મહેતા હૉસ્પિટલમાં આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં છે. અમદાવાદમાં યુ એન મહેતા હોસ્પિટલ (U.N. Maheta) જેમાં બાળ હૃદયરોગ હોસ્પિટલની નવી બિલ્ડીંગ તૈયાર કરવામાં આવી છે. આ બિલ્ડીંગનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra modi) ઇ લોકાર્પણ (E-inauguration) કરીને દર્દીઓની સારવાર માટે ખુલ્લી મુકી છે. અતિ આધુનિક ટેકનોલોજી સાથે સજ્જ કરાય છે. યુ.એન.મહેતા હોસ્પિટલ માં તાજા જન્મેલા બાળકોથી માંડી વૃદ્ધાવસ્થા સુધીની તમામ ઉંમરના હૃદયરોગના દર્દીઓની સંપૂર્ણ સારવાર થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કિસાન સર્વોદય યોજનાનો પ્રારંભ પણ ઇ-લોકાર્પણના માધ્યમથી કરાશે. કિસાન સર્વોદય યોજના મુજબ હવે ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહે તે હેતુ રહેલો છે. ગુજરાતમાં ભારતીય કિસાન સંઘ સહિત ખેડૂત સંસ્થાઓએ કરેલી રજૂઆતને મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારે સાનુકૂળ પ્રતિસાદ આપીને કેન્દ્ર દ્વારા અમલી બનેલી કિસાનન સર્વોદય યોજનાનો લાભ હવે ગુજરાતને પણ મળશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ , મધ્યગુજરાતના દાહોદ અને ઉત્તરગુજરાતના પાટણ ખાતે દિવસે વીજળી આપવા હેતુ કિસાન સર્વોદય યોજનાનનું ઇ-લોકાર્પણ થયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર