Home /News /samachar /

સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 31મી તારીખે થશે એક વર્ષ, PM મોદી રહેશે

સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 31મી તારીખે થશે એક વર્ષ, PM મોદી રહેશે

પીએમ મોદી આવવાના હોવાની તૈયારીઓને લઈ તેમના માટે બુલેટ પ્રૂફ ટેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

પીએમ મોદી આવવાના હોવાની તૈયારીઓને લઈ તેમના માટે બુલેટ પ્રૂફ ટેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

    ન્યૂઝ18 ગુજરાતી : કેવડિયા કોલોની ખાતે બનેલી વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના (Statue of Unity) લોકાર્પણને એક વર્ષ થવા આવશે. ત્યારે તેની પ્રથમ વર્ષગાંઠ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ઉપસ્થિત રહેશે. તેની ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. પીએમ મોદી આવવાના હોવાની તૈયારીઓને લઈ તેમના માટે બુલેટ પ્રૂફ ટેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પાછલા વર્ષે 31 ઓક્ટોબરે પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું.


    સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ આ પ્રવાસન સ્થળે દરરોજ હજારો લોકો મુલાકાતે આવતા રહ્યા છે. ગુજરાત ઉપરાંત દેશ-વિદેશથી પણ પ્રવાસીઓનો ધસારો રહે છે. જેના કારણે આ અગિયાર મહિનામાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને કરોડો રૂપિયાની આવક પણ થઈ છે.


    સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ત્રણેય ઋતુને ધ્યાનમાં રાખીને નવું ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી રહ્યું છે. તો વધુ પ્રવાસીઓને આકર્ષવા અન્ય 30 જેટલા પ્રોજેક્ટો પણ બની રહ્યાં છે. જેનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરાશે તેમ માનવામાં આવી રહ્યું છે. પીએમ મોદીની મુલાકાતને લઈને હાલ ટેન્ટ સિટીનું પણ નવિનીકરણ થઈ રહ્યું છે.


    ટેન્ટ સિટીના અધિકારીના જણાવ્યા મુજબ હાલ નવા 250 ટેન્ટ બની રહ્યાં છે. જેમાં 42 પ્રીમિયમ, 13 સુપર ડીલક્ષ, 2 દરબારી અને 1 મીની દરબારી ટેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આ તમામમાં બે દરબારી ટેન્ટ ખાસ કરીને પીએમ મોદી માટે બનાવામાં આવી રહ્યા છે. જે બુલેટ પ્રુફ હશે. આ ટેન્ટની ખાસિયત એ છે કે એમાં કોઈ પણ જાતના હથિયારોની અસર નહિ થાય. એમાં એક ડાઇનિંગ હોલ, એક લિવિંગ એરિયા હશે. એ બન્ને ટેન્ટ બનાવવાની સાધન સામગ્રી અમે ખાસ જોધપુરથી મંગાવી છે.


    આગામી 31મી ઓક્ટોબરનાં રોજ ખાસ આકર્ષણ એકતા પરેડ નું રહેશે. જેમાં સીઆરપીએફ્થી લઈ સુરક્ષા એજન્સીઓ પરેડ કરશે. આ ઉપરાંત ગુજરાત પોલીસના અલગ અલગ વિભાગની કલર પરેડ પણ થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે આ વખતે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ ખાસ ઉપસ્થિત રહી શકે છે.
    First published:

    આગામી સમાચાર