Home /News /samachar /

PM મોદી કેવડિયા પહોંચ્યા, સરદાર પટેલની પ્રતિમાનું પૂજન કર્યુ

PM મોદી કેવડિયા પહોંચ્યા, સરદાર પટેલની પ્રતિમાનું પૂજન કર્યુ

31 ઓક્ટોબર એકતા દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેવા ગુજરાત આવ્યાં છે.

31 ઓક્ટોબર એકતા દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેવા ગુજરાત આવ્યાં છે.

  ન્યૂઝ18ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગઇકાલે રાતે 9.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવ્યાં હતાં. જે બાદ તેઓ સીધા જ હીરાબાને (Hira Ba) મળવા ગાંધીનગર ગયા હતાં. જ્યાં તેમને હીરાબાનાં આશીર્વાદ લીધા હતાં. જે બાદ તેમણે રાત્રી રોકાણ રાજભવનમાં કર્યું હતું. આજે એટલે સરદાર વલ્લભભાઈ પટેલની (Sardar Vallabhbhai Patel) 144મી જન્મ જયંતીએ સવારે 8.00 કલાકે કેવડિયાનાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે પહોંચ્યાં છે.


  આજનો કાર્યક્રમની વાત કરીએ તો
  31મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા છે. જેમાં તેઓ સવારે 8.00 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાનું ચરણ પૂજન કર્યું.


  જે બાદ 8.15 કલાકે પરેડ ગ્રાઉન્ડમાં માર્ચ પોસ્ટ, પોલીસ મેમોરિયલ મોમેન્ટો, તેમજ પ્રદર્શનને ખુલ્લું મુકશે. 9.00 કલાકે પોલીસ અધિકારીઓને તેમજ ઉપસ્થતિ લોકોને સંબોધન કરશે.
  તો 9.50 કલાકે ટેક્નોલોજી ડેમોસ્ટ્રેશન સાઈટનો શુભારંભ કરશે, જ્યારે 12:25 કલાકે પ્રોબેશનરી સનદી અધિકારીઓને સંબોધન કરશે. ત્યારબાદ 3:50 કલાકથી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમમાં હાજરી આપશે.


  સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે સવારે 8 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી રોકાણ કરશે. ત્યારબાદ મોદી કેવડીયાથી હેલિકોપ્ટરના માધ્યમથી બરોડા એરપોર્ટ જશે. જ્યાંથી તેઓ દિલ્હી જવા માટે રવાના થશે.


  આજે  પ્રવાસીઓ માટે રજા જાહેર કરાઇ
  સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે  31 ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે. મહત્વનું છે કે, ગઇકાલે વિશેષ સુવિધાઓ કરીને ટિકિટ ટાઇમિંગમાં પણ વધારો કરીને સાવરે 8થી સાંજે 8 વાગ્યા સુધી પ્રવાસીઓને ટિકિટ આપી હતી.
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन