Home /News /samachar /

370ની કલમ હટાવવાનાં નિર્ણયને હું સરદાર સાહેબને સમર્પિત કરું છું : PM નરેન્દ્ર મોદી

370ની કલમ હટાવવાનાં નિર્ણયને હું સરદાર સાહેબને સમર્પિત કરું છું : PM નરેન્દ્ર મોદી

  ન્યૂઝ18 ગુજરાતી : આજે સરદાર વલ્લભભાઇ પટેલની (Sardar Vallabhbhai Patel) 144મી જન્મ જયંતી છે. ત્યારે આખા દેશમાં રન ફોર યુનિટીનો (Run for unity) કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેના ભાગરૂપે નરેનદ્ર મોદી (PM Narendra Modi) કેવડિયા ખાતે આવ્યાં છે. તેમણે આજે સવારે ત્યાં આવીને પહેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને (Statue of unity) પુષ્પાજંલી અર્પી હતી. જે બાદ તેમણે આ કાર્યક્રમમાં સંબોધન પણ કર્યું હતું.

  'સરદાર પટેલ અમર રહે'

  'સરદાર પટેલ અમર રહે, અમર રહે'નાં નારા સાથે પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂવાત કરી. પીએમ મોદીએ કહ્યું કે, સરદાર પટેલની વાણી અને વિચારોમાં જે શક્તિ એને પ્રેરણા હતી તે દરેક હિન્દુસ્તાનીઓ અનુભવે શકે છે.

  પીએમ મોદીએ ભાષણની શરૂવાત કરતા કહ્યું કે, 'કોઇ શ્રદ્ધાસ્થળ પર આવીને આપણે શાંતિ અને ઉર્જા મળે છે તેવું જ મને આ પ્રતિમા પાસે આવીને અનુભવ થાય છે. લાગે છે કે તેમની પ્રતિમાનું પણ એક વ્યક્તિત્વ છે, સંદેશ છે, સામર્થ્ય છે. તેટલી જ વિશાળ અને તેટલી જ દૂરદર્શી અને તેટલી જ પવિત્ર દેશની વિવિધ સ્થળોએથી , ખેડૂતોથી મળેલા લોખંડથી આ ભવ્ય પ્રતિમાનો આધાર છે. તેટલે જ આ પ્રતિમા આપણી વિવિધતામાં એકતાનો સંદેશ છે.'

  'એકતા આપણા સંસ્કાર છે'

  પીએમ મોદીએ એકતા અંગે વાત કરતા કહ્યું કે, 'આજથી એક વર્ષ પહેલા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જેને જોવા માટે આખા દેશમાંથી પ્રવાસીઓ આવે છે. એકતાનાં મંત્રને જીવવા માટે, તેના ભાવને ચરિતાર્થ કરવા માટે, એકતા આપણા સંસ્કાર છે, અને એકતા આપણા ભાવિ સપનોનું સૌથી મોટું સિમ્બોલ છે. તેને જ ધ્યાનમાં રાખતા રન ફોર યુનિટી આખા દેશમાં સંપન્ન થઇ. અહીં પણ આજે એકતા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમાં ભાગ લેવા માટે હું આખા દેશનાં લોકોનો આભાર માનું છું.'  'વિવિધતા આપણું ગૌરવ છે'

  પીએમ મોદીએ દેશની વિવિધતા અંગે જણાવ્યું કે, 'ભારતની વિશેષતા છે દેશની વિવિધતામાં એકતા તે આપણું ગૌરવ છે, ગરિમા છે અને આપણી ઓળખ છે. આપણે વિવિધતાને ઉજવીએ છીએ. આપણને પહેલાથી જ વિવિધતામાં ક્યારેય વિરુદ્ધતા નથી દેખાતી પરંતુ તેમા છૂપાયેલી એકતા દેખાય છે.'

  '370ની કલમ હટાડવાનાં નિર્ણયને સરદાર સાહેબને સમર્પિત કરું છું'

  પીએમ મોદીએ કહ્યું કે, 'દશકો સુધી ભારતીયો વચ્ચે આર્ટિકલ 370એ એક અસ્થાઇ દિવાલ બનાવી હતી. આપણા જે ભાઇબહેન અસ્થાઇ દિવાલની પેલે પાર હતા. તેઓ પણ અસમંજસમાં રહેતા હતાં. આ દિવાલ કાશ્મીરમાં અલગતાવાદ અને આતંકવાદ વધારી રહી હતી. હવે તે દિવાર પાડી દીધી છે. ક્યારેક સરદાર પટેલે કહ્યું હતું કે જો કાશ્મીરનો મુદ્દો તેમની પાસે હોત તો તેને સુલઝાવવામાં આટલું મોડુ ન થયું હોત. આજે તેમની જન્મ જયંતી પર કાશ્મીરમાંથી 370ની કલમ હટાડવાનાં નિર્ણયને સરદાર સાહેબને સમર્પિત કરું છું.'

  'ચાણક્યનાં સપનાને સરદાર પટેલે પૂર્ણ કર્યું'

  પીએમ મોદીએ કહ્યું કે, 'ચાણક્યનાં સપનાંને સરદાર પટેલે પુર્ણ કર્યું. ચાણક્યએ પણ એક ભારતનું સપનું જોયું હતું. મહાન સંસ્કૃતિ, મહાન પરંપરા આપણી શક્તિ છે. આજે સમગ્ર દુનિયા ભારતની વાત ગંભીરતાથી સાંભળે છે. ભારત આર્થિક તાકાતોમાં પોતાનું સ્થાન બનાવી રહ્યો છે. એકતાને કારણે સમગ્ર વિશ્વમાં ભારતનો પ્રભાવ વધ્યો છે. વિવિધતા આપણા માટે જીવનધારા છે. દેશની એકતા જ વિરોધીઓ માટે સૌથી મોટો પડકાર છે. જે આપણી સાથે યુદ્ધ નથી કરી શકતાં તે આપણી એકતાને પડકાર આપી રહ્યા છે. આપણી એકતાને લલકારવામાં આવી રહી છે. પણ કોઈ આપણી એકતાને હરાવી શક્યું નથી. ભારત વિરોધી તાકાતોને જડબાતોડ જવાબ આપીએ છીએ.
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन