આ આંતરરાષ્ટ્ર્રીય કોન્ફરન્સને લઈને સ્થાનિક વહીવટી તત્રં હરકતમાં આવી ગયું છે. આ સમિટને લઈને ગાંધીનગર શહેર સુરક્ષા વ્યવસ્થા, સ્વચ્છતા અને શણગાર સજી રહ્યું છે.
આ આંતરરાષ્ટ્ર્રીય કોન્ફરન્સને લઈને સ્થાનિક વહીવટી તત્રં હરકતમાં આવી ગયું છે. આ સમિટને લઈને ગાંધીનગર શહેર સુરક્ષા વ્યવસ્થા, સ્વચ્છતા અને શણગાર સજી રહ્યું છે.
ગાંધીનગર : ભારત સરકારની યજમાનીમાં યુનાઈટેડ નેશન્સ દ્રારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તા. 15 થી 22 દરમિયાન સીએમએ-સીઓપી 2020 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં તા. 17મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપનાર છે. આ સમિટમાં 130 દેશના મહાનુભાવો માઈગ્રેટરી સ્પીસ થીમ પર આધારિત આંતરરાષ્ટ્ર્રીય કોન્ફરન્સમાં ઉપસ્થિત રહીને ચિંતન-મનન અને સમસ્યાઓનો ઉકેલ શોધશે.
આ આંતરરાષ્ટ્ર્રીય કોન્ફરન્સને લઈને સ્થાનિક વહીવટી તત્રં હરકતમાં આવી ગયું છે. આ સમિટને લઈને ગાંધીનગર શહેર સુરક્ષા વ્યવસ્થા, સ્વચ્છતા અને શણગાર સજી રહ્યું છે. આ દિવસો દરમિયાન ગાંધીનગરને રોશનીથી ઝળહળતું કરવા માટે તૈયારીમાં તત્રં વાહકો કામે લાગી ગયા છે. વિદેશી મહાનુભાવોના આગમનને લઈને સુરક્ષા બંદોબસ્ત, કચરા નિકાલ, વધારાનું વૃક્ષ કટિંગ અને રખડતા ઢોરને પકડવા માટે દિવસરાત કામ ચાલુ છે.
યુનાઈટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અન્વયે આ વખતે ભારતને યજમાન પદ મળ્યું છે. આ આયોજન માટે મહાત્મા મંદિરની પસંદગી કરવામાં આવી છે. સ્થળાંતરી જંગલી પશુ-પંખીઓના વિષય પર ચર્ચા કરવામાં આવશે. પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન લઈ કેટલીક નવી નીતિઓ અમલમાં મુકવામાં આવશે.
આ સમિટમાં આવનાર મહાનુભાવોની સુરક્ષા-ઉતારાઓને લઈને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે આ કોન્ફરન્સ દરમિયાન આવનાર વિદેશી મહેમાનોની ખાતરદારી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 17મીનો કાર્યક્રમ અન્વયે નક્કી થયો છે અને આ કાર્યક્રમ દરમિયાન અમેરિકી રાષ્ટ્ર્રીય પ્રમુ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમની વિધિવત જાહેરાત કરશે તેવી શકયતા છે.
વડાપ્રધાનના આગમનને લઈને તમામ કાર્યક્રમ સ્થળથી લઈ રાજભવન સુધી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આ માટે ગૃહ વિભાગ દ્રારા ખાસ બેઠક સંપન્ન કરી દેવામાં આવી છે. આ કોન્ફરન્સને લઈને ઉધોગ ભવન, સચિવાલય, મહાત્મા મંદિર, સ્વર્ણિમ પાર્ક અને વિધાનસભાને ઝળહળતું કરવા માટે તૈયારી ગાંધીનગર મહાનગરપાલિકા દ્રારા શરૂ થઈ ચૂકી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર