નવી દિલ્હી : કોરોના વાયરસને (Coronavirus) કારણે આખા દેશમાં જનતા કર્ફ્યૂ (Janta Curfew) લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે દિલ્હીનાં (Delhi) શાહીનબાગમાં (shaheen bagh) CAA-NRC સામે આશરે ત્રણ મહિનાથી થઇ રહેલો વિરોધ પ્રદર્શન આજે પણ ચાલુ છે. જનતા કર્ફ્યૂ દરમિયાન દિલ્હીનાં શાહીનબાગ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રદર્શનકર્તા લોકોએ આરોપ લગાવ્યો છે કે, પ્રદર્શન સ્થળ પાસે પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો છે. આ કોણે કર્યું છે તે અંગે કોઇ જાણકારી મળી નથી રહી.
બેરિકોડની પાસેથી પ્લાસ્ટિકની એક બોટલમાં કેટલોક વિસ્ફોટક સામાન પણ મળ્યો છે. વિશેષ પોલીસ આયુક્તે કહ્યું કે, કોઇ મોટી ઘટના નથી. શાહીનબાગ પ્રદર્શન સ્થળ પર જનતા કર્ફ્યૂનાં દિવસે રવિવારે માત્ર 4થી પાંચ મહિલાઓ જ બેઠી છે.
Delhi: Protesters at Shaheen Bagh allege that a petrol bomb was hurled nearby the anti-Citizenship Amendment Act protest site today pic.twitter.com/tHVzQfmKii
શનિવારે પ્રદર્શનકારીઓ વચ્ચે અંદરોઅંદર લડાઇ પણ શરૂ થઇ ગઇ હતી કે, રોડ પરી હટવું કે નહીં. હવે શાહીનબાગમાં બે જૂથ પડી ગયા છે, પરંતુ આ બધા વચ્ચે પ્રદર્શન તો ચાલુ જ છે.
શાહીન બાગનાં એક જૂથનું કહેવું છે કે, તેઓ કોરોના વાયરસ સામે લડવા માટે પીએમ મોદીનું સમર્થન કરશે તો બીજી તરફ અન્ય જૂથનું કહેવું છે કે, કંઇપણ થઇ જાય અમે અહીંથી નહીં હટીએ.
શનિવારે આ જ કારણે બંન્ને જૂથો વચ્ચે મારપીટ અને બોલાચાલી પણ થઇ હતી. જોકે, થોડા સમય બાદ બંન્ને જૂથોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. આ પહેલા દિલ્હી પોલીસે શનિવારે ઇન્ડિયા ઇસ્લામિક સેન્ટરમાં શાહીનબાગનાં પ્રદર્શનકારીઓ સાથે બેઠક પણ કરી હતી. કોરોના વાયરસનો પ્રસાર અટકાવવા માટે દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને સમજાવ્યાં હતાં અને અપીલ પણ કરી હતી. આ બેઠકમાં દિલ્હી પોલીસનાં ઘણાં સીનિયર અધિકારીઓ પણ હતાં.
દિલ્હી પોલીસે પ્રદર્શનકર્તાઓને અપીલ કરી હતી કે, આખા દેશમાં કોરોના વાયરસ ફેલાઇ રહ્યો છે. એટલે તેઓ પ્રદર્શન બંધ કરે. રવિવારે જનતા કર્ફ્યૂનાં દિવસે તો તેઓ બંધ પાળે. જેમાં ઇન્ડિયા ઈસ્લામિક સેન્ટરનાં સભ્યોએ પોલીસનું સમર્થન કર્યું હતું. આ બેઠક અંગે શાહીનબાગનાં પ્રદર્શનકર્તાઓએ કહ્યું હતું કે, તેઓ સ્થળ પર જઇને ત્યાંના લોકોને સમજાવશે. જે બાદ જ તેઓ કોઇપણ નિર્ણય પર આવશે. પરંતુ હજી સુધી શાહિનબાગ પ્રદર્શનકર્તાઓ તરફથી કોઇ સંદેશ પોલીસને મળ્યો નથી.