Home /News /samachar /લોકો આંશિક છૂટછાટમાં માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સિંગનો ચુસ્ત અમલ કરે :  DGP શિવાનંદ ઝા

લોકો આંશિક છૂટછાટમાં માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સિંગનો ચુસ્ત અમલ કરે :  DGP શિવાનંદ ઝા

રાજ્યની પોલીસ જ્યાં લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે ત્યાં તેનો કાળજીપૂર્વક અમલ થાય અને જ્યાં સંપૂર્ણ લોકડાઉનની પરિસ્થિતિ છે, ત્યાં તેનું કડકાઇથી પાલન થાય તે સુનિશ્ચિત કરી રહી છે.

રાજ્યની પોલીસ જ્યાં લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે ત્યાં તેનો કાળજીપૂર્વક અમલ થાય અને જ્યાં સંપૂર્ણ લોકડાઉનની પરિસ્થિતિ છે, ત્યાં તેનું કડકાઇથી પાલન થાય તે સુનિશ્ચિત કરી રહી છે.

  ગાંઘીનગરઃ લોકડાઉનની (lockdown) પરિસ્થિતિ વચ્ચે આજથી કેટલીક શરતોને આધીન જ્યાં-જ્યાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે, તે તમામ સ્થળોએ આ છૂટછાટની પરિસ્થતિમાં લોકો માસ્ક પહેરે તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું (Social Distancing) પુરી સાવધાનીથી પાલન કરે તેવી અપીલ કરતા રાજ્યના પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝાએ (DGP shivanand jha) આજે પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કર્યું હતું કે, અમદાવાદ, સુરત અને રાજકોટના કર્ફ્યુગ્રસ્ત  વિસ્તારોમાં નિર્ધારિત સમય સિવાય કોઈ છૂટછાટ આપવામાં આવી નથી.

  રાજ્યની પોલીસ જ્યાં લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે ત્યાં તેનો કાળજીપૂર્વક અમલ થાય અને જ્યાં સંપૂર્ણ લોકડાઉનની પરિસ્થિતિ છે, ત્યાં તેનું કડકાઇથી પાલન થાય તે સુનિશ્ચિત કરી રહી છે. જ્યાં મુક્તિ આપવામાં આવી છે તેવા વિસ્તારોમાં લોકો સરળતાથી જરૂરી શરતોનું પાલન કરીને અવરજવર કરી શકે તે જોવાની જવાબદારી પોલીસની છે, તેમ શ્રીઝાએ જણાવ્યું હતું. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, અમદાવાદ, રાજકોટ અને સુરતના જે વિસ્તારોમાં કર્ફ્યુ છે; તેવા વિસ્તારોમાં કર્ફ્યુમાં આપવામાં આવતી મુક્તિ સિવાય કોઈ છૂટછાટ આપવામાં આવી નથી.

  અમદાવાદ, સુરત અને રાજકોટમાં કર્ફ્યુંભંગના અનુક્રમે 125 ,95 અને 45 ગુનાઓ નોંધીને ક્રમવાર 142, 104 અને 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય શહેરોમાં ડ્રોન સર્વેલન્સ, સીસીટીવી મારફત પણ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુનાઓ નોંધવામાં આવ્યા છે. રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં CCTV મારફત 110 ગુનાઓ નોંધીને 208 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

  લોકડાઉનમાં પોલીસને સંક્રમણ ન થાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ શક્ય તમામ પોઇન્ટ ઉપર જાય અને પોલીસ કર્મચારીઓને જાગૃત કરે તેવી સૂચનાઓ વિભાગ દ્વારા આપવામાં આવી છે. આ સાથે ફ્રન્ટલાઈન પોલીસ કર્મચારીઓને સંક્રમણનો ભયને જોતા મુખ્યમંત્રીશ્રીની સૂચના અનુસાર Personal Protective Equipments (PPE) કીટ્સ આપવાની પણ જોગવાઈ કરી દેવામાં આવી હોવાનું પણ રાજ્ય પોલીસ વડા શિવનંદ ઝાએ જણાવ્યું હતું.

  આ વિકટ પરિસ્થતિમાં પણ 12-12 કલાક સુધી જબરદસ્ત નૈતિક જુસ્સા સાથે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરતા રાજ્ય પોલીસ વડા શિવનંદ ઝાએ ઉમેર્યું હતું કે, મને એ બાબતની વિશેષ ખુશી છે કે એકપણ પોલીસ કર્મચારીએ આ વિપરીત પરિસ્થતિમાં ફોર્સમાંથી પીછેહઠ કરવાનો વિચાર સુદ્ધાં કર્યો નથી. મારો તમામ પોલીસ કર્મચારીઓને આગ્રહ છે કે, આ જુસ્સાથી તમે સહુ  3 મે  સુધી કાર્ય કરતા રહેશો.

  રાજ્ય પોલીસ વડા શિવનંદ ઝાએ બાબતની ફરી એક વખત સ્પષ્ટતા કરી હતી કે, આંતરરાજ્ય અને આંતરજિલ્લા આવાગમન ઉપર પ્રતિબંધ છે જ. આ પરિસ્થિતિ વચ્ચે બેંગલુરુથી રાજસ્થાન તરફ જતા મોટરસાઇકલ ઉપરના ત્રણ વ્યક્તિઓને પોલીસે બનાસકાંઠાની અમીરગઢ ચેક પોસ્ટ પાસેથી પકડી પાડ્યા હતા. આ  વ્યક્તિઓ મુખ્યમાર્ગને બદલે ગામડાના અંતરિયાળ અને કાચા માર્ગોને પસંદ કરતા-કરતા અહીં સુધી આવી પહોંચ્યા હતા. પોલીસ હવે કાચા અને ગામડાના અંતરિયાળ માર્ગો ઉપર પણ નજર રાખશે અને આ પ્રકારની પ્રવૃત્તિઓને ડામવા કામગીરી કરશે.

  લોકડાઉન પહેલા મહારાષ્ટ્રના ભુસાવળ જઈને આવેલા તબલીગ  જમાતના વધુ બે  લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેની સામે ગાંધીનગર પોલીસ દ્વારા જયારે વધુ એક વ્યક્તિ જે યુપીથી પંચમહાલ આવી હતી તેની ગોધરાના બી-ડિવિઝન પોલીસે ધરપકડ કર્યા બાદ તેમને કોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. આ દૃષ્ટિએ તબલીગી  જમાતના વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાની પુષ્ટિરાજ્ય પોલીસ વડા શિવનંદ ઝાએ કરી હતી.

  રાજ્ય પોલીસ વડા શિવનંદ ઝાએ ઉમેર્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુન્હાઓ ગત રોજથી દાખલ થયા છે; તેમાં ડ્રોનના સર્વેલન્સથી 260 ગુનાઓ નોંધાયા છે.

  આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 7,011 ગુના દાખલ કરીને 14,841 લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 62   ગુના નોંધીને 67 લોકોની અટકાયત કરતાં આજસુધીમાં 1,268 ગુના નોંધી 13,110 લોકોની રાજ્યભરમાંથી અટકાયત કરાઈ છે.

  આ જ રીતે, સોશીયલ મીડીયાના માધ્યમ દ્વારા  પણ  ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે અત્યાર સુધીમાં 370  ગુના દાખલ કરીને 703 આરોપીની અટકાયત કરી છે. વીડિયોગ્રાફી તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) મારફત અનુક્રમે 48 અને 219 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

  કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત 17 ગુનાઓ મળી આજ સુધીમાં 169 ગુના  દાખલ કરાયા છે.

  જો જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા જોવા જઈએ તો, તા.19/04/2020 થી આજ સુધીના કુલ   1,986 કિસ્સાઓ,  કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270, 271)  870  તથા 371 અન્ય ગુનાઓ(રાયોટીંગ/Disaster Management Actના) અંતર્ગત કુલ 4,064 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે 1,982 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ  ઉપરાંત, ગત રોજ 10,033 વાહનો મુક્ત કરવાની સાથે અત્યારસુધીમાં કુલ 69,205 વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.
  First published:

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन