માતા-પિતા પોતાના બાળકોને એક વિશ્વાસ સાથે સ્કૂલમાં મોકલે છે. તે માનીને ચાલે છે કે, તેમનું બાળક સ્કૂલમાં સુરક્ષિત રહેશે, ભણી-ગણીને પોતાનું ભવિષ્ય ઉજળુ બનાવશે. પરંતુ, પટનાની એક સ્કૂલમાં મહિલા ટીચર દ્વારા સગીર વિદ્યાર્થી સાથે યૌન શોષણનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બુદ્ધા કોલોની પોલીસ સ્ટેશન સ્થિત એક મોટા પ્રાઈવેટ સ્કૂલની છે.
અહીં એક મહિલા શિક્ષિકાએ પાંચમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી સાથે જે કર્યું, તેનાથી તે બાળકના બાળમન પર ઊંડો ઘા લાગી ગયો છે. મહાપર્વ છઠ્ઠના દિવસે પીડિત વિદ્યાર્થીએ પોતાના પરિવાર સાથે પોલીસ સ્ટેસન પહોંચી આની ફરિયાદ કરી. બાળકની ફરિયાદ અનુસાર, મહિલા શિક્ષિકાએ પોતાની હવસ સંતોષવા 10 વર્ષના વિદ્યાર્થીને શિકાર બનાવ્યો.
પહેલા સંબંધ બનાવવાની કોશિશ કરી પછી માર માર્યો
આરોપ છે કે, 10 વર્ષના વિદ્યાર્થીને પહેલા શિક્ષિકા જબરદસ્તી પોતાની કેબિનમાં લઈ ગઈ અને તેની સાથે ગંદી હરકતો કરી. તેનો વિરોધ કરવા પર આરોપી શિક્ષિકાએ તેને નિર્દયતાથી માર માર્યો. પીડિત વિદ્યાર્થીના શરીર પર મારપીટના નિશાન પડી ગયા હતા.
સ્કૂલ ડાયરેક્ટરની સંબંધી હોવાની ધમકી આપી
પરિવારજન અનુસાર, તેમણે જ્યારે શિક્ષકાને આ મુદ્દે ફરિયાદ કરી તો તેણે સ્કૂલ ડાયરેક્ટરની સંબંધી હોવાનું કહી ધમકી આપી કે, વધારે આ મુદ્દે ચર્ચા કરી તો બાળકનું જીવન બરબાદ કરી દઈશ. પોલીસ પાસે બાળકનો પરિવાર છઠના દિવસે ફરિયાદ કરવા માટે પહોંચ્યો હતો.
છઠ પર્વને દિવસે સ્કૂલ બંધ હતી પરંતુ પોલીસે રજા ખતમ થતા જ સ્કૂલ ખુલવાની રાહ જોઈ. આ મામલાની જાણકારી ASP લો એન્ડ ઓર્ડરને પણ આપવામાં આવી. ચાર નવેમ્બરે સ્કૂલ કુલતા જ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી હતી. પોલીસ સ્ટેશનમાંથી સ્કૂલ મેનેજમેન્ટને નોટિસ આપી દેવામાં આવી છે. પરંતુ, આરોપી શિક્ષિકા રજા પર હોવાના કારણે તપાસ પૂરી નથી થઈ શકી. પોલીસે સ્કૂલ મેનેજમેન્ટને ઝડપીમાં ઝડપી સીસીટીવી ફૂટેજ આપવાનો આદેશ કર્યો છે.
ચાર વર્ષ પહેલા પણ બની હતી આવી ઘટના
ચાર વર્ષ પહેલા પણ પટનાની એક જાણીતી સ્કૂલમાં મહિલા શિક્ષિકાઓ પર માસૂમ બાળક સાથે અશ્લીલ હરકતો કરવાનો આરોપ લાગ્યો હતો. જેમાં આરોપી શિક્ષિકાઓ દોષી મળી આવી હતી અને જેલની સજા પણ થઈ હતી. હવે એકવાર ફરી આવો મામલો સામે આવવાથી વાલીઓ અને બાળકોના મનમાં સ્કૂલોને લઈ આશંકાઓ ઘર કરી ગઈ છે.
(રિપોર્ટ - સંજય કુમાર)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર