Home /News /samachar /

આ વ્યક્તિએ હાથીના નામે કરી 5 કરોડ રૂપિયાની સંપત્તિ, પુત્રને ફૂટી કોડી પણ ન આપી

આ વ્યક્તિએ હાથીના નામે કરી 5 કરોડ રૂપિયાની સંપત્તિ, પુત્રને ફૂટી કોડી પણ ન આપી

અખ્તર ઇમામ પાસે બે હાથીઓ છે જેના નામે તેણે આ સંપત્તિ મૂકી છે.

અખ્તર ઇમામ પાસે બે હાથીઓ છે જેના નામે તેણે આ સંપત્તિ મૂકી છે.

    હાલ થોડા સમય પહેલા જ કેરળ (Keral)માં એક ખેડૂત દ્વારા હાથી (Elephant)ને વિસ્ફોટ ખવડાવાની વાત બહાર આવતા અનેક લોકોએ કહ્યું હતું કે માણસાઇ મરી પરવારી છે. પણ પટનાના જાનીપુરમાં એક તેવી વાત બહાર આવી છે જેને સાંભળીને તમે કહેશો કે ના માણસાઇ નથી પરવારી. જ્યાં લોકો હાથીને મારીને તેના દાંત નીકાળી લે છે અને તેના દાંતની તસ્કરી કરે છે ત્યાં એક વ્યક્તિએ પોતાની સંપત્તિ હાથીના નામે કરી લીધી છે.


    આ વ્યક્તિનું નામ છે પટનાના અખ્તર ઇમામ. જેમની પાસે બે હાથી છે. અને તે હવે તેમની 5 કરોડની સંપત્તિના માલિક છે. ઇમામના કહેવા મુજબ તેમનો પુત્ર ખોટા રસ્તે જતો રહ્યો હતો. માટે ઇમામે પોતાના પુત્રને સંપત્તિમાંથી બહાર કરીને અડધી સંપત્તિ પત્નીના નામે અડધી આ બે હાથીઓના નામે કરી દીધી છે. અને રજિસ્ટ્રી ઓફિસ જઇ બંને હાથીઓના નામે દસ્તાવેજ પણ બનાવ્યા છે.
    (પ્રતિકાત્મક તસવીર)


    અખ્તર ઇમામનું કહેવું છે કે સમગ્ર સંપત્તિ આ હાથીઓના નામે કર્યા પછી જો તેમને કંઇ થઇ પણ જશે તો આ આખી સંપત્તિ એરાવત સંસ્થાની થઇ જશે. જે હાથીઓના સંરક્ષણ અને તસ્કરોથી તેમને બચાવવા માટે કામ કરી છે. અખ્તર પાસે બે હાથી છે એકનું નામ છે મોતી અને બીજાનું રાની. તેમના માટે તેમનો પરિવાર આ બે હાથી જ છે. અખ્તર ઇમામ એરાવત સંસ્થામાં મેનેજર છે. અને તેમણે પોતાનું સમગ્ર જીવન આ હાથીઓને સમર્પિત કર્યું છે. (પ્રતિકાત્મક તસવીર)


    અખ્તર ઇમામે કહ્યું કે એક વાર તેમની પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ પણ થયો હતો. ત્યારે આ બંને હાથીઓએ મને બચાવ્યો હતો. એક વારતો પિસ્તોલ લઇને કેટલાક લોકો મારા રૂમ તરફ વધવા લાગ્યા હતા. ત્યારે હાથીએ ચીમ પાડી અમને જગાવ્યા. અમારી ઊંઘ ખુલી જતા અમે અવાજ કર્યો અને લૂંટેરા ભાગી ગયા.


    એક સમયે અખ્તર પર સંપત્તિની લાલચમાં તેવો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો કે તેણે તેના પોતાના પુત્રની પ્રેમિકા સાથે દુષ્કર્મ કર્યું છે. જો કે તપાસમાં આ વાત ખોટી સાબિત થઇ. અખ્તરે આરોપ લગાવ્યો છે કે મારા પુત્રએ તસ્કરો સાથે મળીને હાથીને વેચવા માટે પણ પ્રયાસો કર્યા હતા. પણ તે પકડાઇ ગયો. માટે જ મેં મારી સંપત્તિ હવે હાથીના નામે કરી છે કારણ કે જો હવે આ હાથી ના રહ્યા તો મારા પરિવારના કોઇ પણ સદસ્યને કંઇ પણ નહીં મળે.



    50 વર્ષીય અખ્તર ઇમામ છેલ્લા 10 વર્ષથી પોતાની પત્ની અને બાળકોથી અલગ રહે છે. તે છેલ્લા 12 વર્ષથી આ હાથીઓની સેવા કરી રહ્યા છે. વિવાદના કારણે 10 વર્ષ પહેલા જ તેમની પત્ની બે પુત્રો અને પુત્રીને લઇને જતી રહી હતી. અખ્તર પાસે પોતાની જમીન, મકાન, બેંક બેલેન્સ બધુ જ છે. જો કે તેમણે પોતાની પત્નીના નામે અડધી સંપત્તિ રાખી છે. ઇમામ આજે પણ રોજ તેમના આ બંને હાથીઓનું ધ્યાન રાખે છે. અને તેમને હાથીઓથી ખાસ લગાવ છે. ત્યારે માણસ અને હાથીનો આવો અનોખો સંબંધ ભાગ્યેજ જોવા મળે છે. (પ્રતિકાત્મક તસવીર)
    First published:

    આગામી સમાચાર