હરિયાણાઃ ભાભી અને દિયરના સંબંધથી જન્મી બાળકી અને પછી...
હરિયાણાઃ ભાભી અને દિયરના સંબંધથી જન્મી બાળકી અને પછી...
લગ્ન પછી પતિને ખબર પડી કે પત્ની ગર્ભવતી છે. પતિએ બાળકને રાખવાની ચોક્કી ના પાડી દીધી હતી. ઘરમાં જ્યારે બાળકીની નાનીએ નવજાત અંગે પૂછ્યું ત્યારે સમગ્ર હકીકત સામે આવી હતી. અને બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી.
લગ્ન પછી પતિને ખબર પડી કે પત્ની ગર્ભવતી છે. પતિએ બાળકને રાખવાની ચોક્કી ના પાડી દીધી હતી. ઘરમાં જ્યારે બાળકીની નાનીએ નવજાત અંગે પૂછ્યું ત્યારે સમગ્ર હકીકત સામે આવી હતી. અને બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી.
હરિયાણાના (Haryana) યમુનાનગરમાં પતિ પત્ની ઓર વો (Pati, Patni aur woh) જેવી ઘટના સામે આવી છે. આ તમને મૂવીનું ટાઈટલ લાગશે પરંતુ હકીકતમાં એક દર્દનાક ઘટના છે. પતિ પત્ની વચ્ચે વોમાં બીજુ કોઈ નહીં પરંતુ દિયર નીકળ્યો હતો. જોકે, આ સંબંધોનું પરિણામ પાંચ દિવસની બાળકીને ભોગવવું પડ્યું હતું. બાળકીને અપનાવવા માટે ઇન્કાર કરી મહિલા રડતી રહી પરંતુ કોઈનું મન પીગળ્યું નહી. અને બાળીકને ખેતરમાં ફેકી દેવામાં આવી.
લગ્ન પછી પતિને ખબર પડી કે પત્ની ગર્ભવતી (Pregnant) છે. પતિએ બાળકને રાખવાની ચોક્કી ના પાડી દીધી હતી. થોડા દિવસ પહેલા મહિલાની સિવિલ હોસ્પિટલમાં (Civil hospital) ડિલિવરી થઈ હતી.
ત્યાંથી રજા મળતા તે બુધવારે સાંજે ટ્રેનમાં બેશીને ઉંચા ચાંદના ગયા અને માનવ કેન્દ્ર પાસે નવજાત બાળકને છોડીને ઘરે પાછા ફર્યા હતા. ઘરમાં જ્યારે બાળકીની નાનીએ નવજાત અંગે પૂછ્યું ત્યારે સમગ્ર હકીકત સામે આવી હતી. અને બંને વિરુદ્ધ પોલીસ (Police) ફરિયાદ થઈ હતી.
ખેતરમાં બાળકીના રડવાનો અવજા સાંભળીને પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બાળકીને સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની નજર હેઠળ રાખવામાં આવી છે. તપાસ બાદ પોલીસે બાળકીના પિતાની ધરપકડ કરી હતી. જ્યારે મહિલાને વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, નવજાત બાળકીના પિતા બીજું કોઈ નહીં તેનો સગો કાકો એટલે કે મહિલાનો દિયર અને પતિનો નાનો ભાઈ નીકળ્યો હતો.
પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથધરી છે. ઉલ્લેખનીય છે કે, પતિ પત્ની ઓ વોના અનેક કિસ્સાઓ છાસવારે પ્રકાશમાં આવતા હોય છે. ક્યારેક આવા સંબંધોનો ભોગ બાળકો કે પછી સંબંધ રાખનાર મહિલા અને પુરુષને બનવું પડે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર