Home /News /samachar /

આત્મા પ્રોજેકટ અંતર્ગત પાટણનાં ખેડૂતે કરી લાખોની કમાણી, અજમાવ્યો ગજબનો કીમિયો

આત્મા પ્રોજેકટ અંતર્ગત પાટણનાં ખેડૂતે કરી લાખોની કમાણી, અજમાવ્યો ગજબનો કીમિયો

પાટણના ઈશ્વરભાઈએ ગાયના મળમુત્ર દ્વારા તૈયાર થયેલ ખાતરનો ઉપયોગ કરીને પ્રાકૃતિક લીંબુની ખેતી કરે છે.

પાટણના ઈશ્વરભાઈએ ગાયના મળમુત્ર દ્વારા તૈયાર થયેલ ખાતરનો ઉપયોગ કરીને પ્રાકૃતિક લીંબુની ખેતી કરે છે.



    મયૂર માંકડિયા, પાટણ : સરકારના આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પાટણના ઈશ્વરભાઈએ ગાયના મળમુત્ર દ્વારા તૈયાર થયેલ ખાતરનો ઉપયોગ કરીને પ્રાકૃતિક લીંબુની ખેતી કરે છે. તેઓએ ૧.૫ એકર જમીન પર લીંબુના છોડનો બગીચો બનાવી ૪ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.


    ચાલુ વર્ષે તેમણે ૪ ટ્રોલી દેશી ખાતર અને જીવામૃતનો છંટકાવ કરીને લીંબુના છોડની સારી એવી માવજત કરી. જીવામૃતનો ઉપયોગ કરવાથી લીંબુના છોડમાં કોઈ પણ જાતનો રોગ આવતો નથી અને છોડની ટકાઉ શક્તિ પણ સારી રહે છે.


    લીંબુના બગીચામાં રૂ.૨૦,૦૦૦નો ખર્ચ કરતા તેની સામે તેમણે ૫૦૦૦ કિલો લીંબુનું ઉત્પાદન મેળવ્યું છે.


    કોરોના મહામારીના કારણે બાગાયતી પાકની નિકાસ ઓછી થવાથી ઓછો ભાવ મળતો હતો.


    એવામાં ઈશ્વરભાઈએ પાટણની જુદી-જુદી સોસાયટીઓમાં રૂ.૫૦ થી ૭૦ પ્રતિ કિલોના ભાવે અંદાજીત ૧૫૦૦ કિલો લીબું અને રૂ.૩૫ના ભાવે માર્કેટમાં વેચાણ કરી કુલ રૂ.૧.૫૦ લાખની આવક મેળવી છે.
    First published:

    આગામી સમાચાર