Home /News /samachar /Pariksha Pe Charcha 2020 : ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓની પસંદગી માટે કેવી સ્પર્ધાઓ યોજાઇ?

Pariksha Pe Charcha 2020 : ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓની પસંદગી માટે કેવી સ્પર્ધાઓ યોજાઇ?

ભાગ લેનાર વિદ્યાર્થીઓએ 5 થીમમાંથી કોઇ પર પણ 1,500 શબ્દોનો નિબંધ લખવાનો હતો.

ભાગ લેનાર વિદ્યાર્થીઓએ 5 થીમમાંથી કોઇ પર પણ 1,500 શબ્દોનો નિબંધ લખવાનો હતો.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ પરીક્ષા પે ચર્ચા 2020ની ત્રીજી આવૃત્તિ નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે 20 જાન્યુઆરીના રોજ સવારે 11 વાગે યોજવામાં આવશે. જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો કેવી રીતે પરીક્ષાના ભાર ઓછો કરવો તે અંગે ચર્ચા કરશે. આ પહેલને સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 16 ફેબ્રુઆરી,2018ના રોજ આ જ સ્થળ પર  શરૂ કરવામાં આવી હતી.

    ગત મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરતી વખતે તણાવ મુક્ત રહેવાની અપીલ કરી હતી. અને આ મહિનામાં યોજાનારા કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ હાજર રહેશે તે માટે એક હરિફાઇની પણ જાહેરાત કરી હતી. આ હરિફાઇમાં જીતનાર વિદ્યાર્થીઓ નવી દિલ્હીમાં યોજનાર કાર્યક્રમમાં હાજરી આપશે. આ માટે તેમણે ટ્વિટર પર પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે "પરીક્ષા આવી રહી છે અને પરીક્ષા પે ચર્ચા પણ! ચલો સાથે મળીને કામ કરીએ, જેથી આપણે પરીક્ષા સમયે તણાવ મુક્ત રહી શકીએ. અહીં ક્લાસ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે એક ખાસ સ્પર્ધા યોજાઇ રહી છે. વિજેતાને આવતા વર્ષેની શરૂઆતમાં PPC 2020 હાજર રહેવાની તક મળશે"

    PM નરેન્દ્ર મોદી સાથેના ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ માટે વિદ્યાર્થીઓની પસંદ કરવા માટે આ રીતે સ્પર્ધા યોજવામાં આવી.

    MyGov સાથે માનવ સંશાધન વિકાસ મંત્રાલયે જોડાઇને 9 થી 12 વર્ગના વિદ્યાર્થીઓ માટે એક ટૂંકા નિબંધ સ્પર્ધાને લૉન્ચ કરી. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ડિસેમ્બર 2, 2019 થી ડિસેમ્બર 23, 2019 સુધી ઓનલાઇન એન્ટ્રી mygov.in વેબસાઇટ દ્વાર સ્વીકારવામાં આવી હતી. ભાગ લેનાર વિદ્યાર્થીઓએ નીચે આપેલા 5 થીમમાંથી કોઇ પર 1,500 શબ્દોનો નિબંધ લખવાનો હતો.

    આ 5 ટૉપિક પર નિબંધ લખવાના હતા.

    1. કૃતજ્ઞતા મહાન છે : તેવા વ્યક્તિ પર સંક્ષેપ્ત લેખન લખો જેણે તમારા શૈક્ષણિક સમયમાં મહત્વનો ભાગ ભજવ્યો હોય. અને કેમ તમે તે વ્યક્તિ પ્રતિ આભારી છો? તે જણાવો.

    2. તમારું ભવિષ્ય તમારી આકાંક્ષા પર નિર્ભર કરે છે : વિદ્યાર્થીઓના લક્ષ્યો કે કારકિર્દીની આકાંક્ષાઓ પર એક નિબંધ.

    3. પરીક્ષાઓની તપાસ કરવી : હાલની પરીક્ષા પ્રણાલી પર વિદ્યાર્થીઓ પોતાના સૂચન આપે જેથી તેને વધુ સારી બનાવી શકાય.

    4. આપણી ફરજ, તમે શું વિચારો છો? : નાગરિક તરીકે તમારી ફરજો પર નિબંધ અને કેવી રીતે એક વ્યક્તિ બીજાને તેમની નાગરિક તરીકેની ફરજો પ્રેરણા આપી શકે?

    5. સંતુલન લાભકારી છે : અભ્યાસક્રમ સિવાય કેવી રીતે વિદ્યાર્થી તેમની સંતુલિત પ્રવૃત્તિઓ કરી શકે છે તે પર નિબંધ.

    વધુમાં પરીક્ષા મામલે CBSE અને કેન્દ્રીય વિદ્યાલય શાળાઓમાં ચિત્રકળા અને પોસ્ટર બનાવાની હરિફાઇ પણ યોજવામાં આવી હતી. અને પસંદ કરાયેલા કેટલાક ચિત્રોને પરીક્ષા પે ચર્ચા 2020 દરમિયાન રજૂ પણ કરાશે. આ સ્પર્ધામાં 3 લાખની વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને 2000 વિદ્યાર્થીઓ ભારતભરથી પરીક્ષા પે ચર્ચા 2020માં ભાગ લેશે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો