Home /News /samachar /પરીક્ષા પે ચર્ચા 2020 : 60થી વધારે બાળકો PM મોદીને પૂછશે સવાલ

પરીક્ષા પે ચર્ચા 2020 : 60થી વધારે બાળકો PM મોદીને પૂછશે સવાલ

વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર કરવા માટે વડાપ્રધાન મોદી સતત ત્રીજા વર્ષે આ કાર્યક્રમ કરી રહ્યા છે. આ કાર્યક્રમ 20મી જાન્યુઆરીના રોજ સવારે 11 કલાકે યોજાશે.

વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર કરવા માટે વડાપ્રધાન મોદી સતત ત્રીજા વર્ષે આ કાર્યક્રમ કરી રહ્યા છે. આ કાર્યક્રમ 20મી જાન્યુઆરીના રોજ સવારે 11 કલાકે યોજાશે.

    નવી દિલ્હી : વડાપ્રધાન મોદી આ વર્ષે 20મી જાન્યુઆરીના રોજ નવી દિલ્હીના તાલ્કાતોરા સ્ટેડિયમ ખાતે "પરીક્ષા પે ચર્ચા 2020" કાર્યક્રમમાં દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે "ટાઉન હોલ" કરશે. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર કરવા માટે વડાપ્રધાન મોદી સતત ત્રીજા વર્ષે આ કાર્યક્રમ કરી રહ્યા છે. આ કાર્યક્રમ 20મી જાન્યુઆરીના રોજ સવારે 11 કલાકે યોજાશે. દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ અને સ્કૂલોમાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

    વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમને લઈને બાળકો, શિક્ષકો અને વાલીગણમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ લોકો વડાપ્રધાન મોદી પાસેથી પરીક્ષાનો ડર દૂર કરવા માટે ટીપ્સ લેવા આતુર છે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને વડાપ્રધાન મોદીને સીધો પ્રશ્ન પૂછવાનો મોકો મળશે. આ પહેલાના કાર્યક્રમમાં ફક્ત 15 જેટલા બાળકો વડાપ્રધાન મોદીને પ્રશ્ન પૂછતા હતા, પરંતુ આ વખતના કાર્યક્રમમાં આશરે 60 બાળકો વડાપ્રધાન મોદીને સીધો પ્રશ્ન પૂછશે. જોકે, આમાંથી દરેક ત્રણ ચાર બાળકોના સવાલ એક જેવા જ હશે.

    આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે બાળકોની પસંદગી કરવામાં આવી હતી. આ માટે શહેર અને ગ્રામ્ય એમ બંને વિસ્તારના અડધી સંખ્યામાં બાળકોની પસંદગી કરવામાં આવી છે. આ કાર્યક્રમનું દેશની 15 લાખ શૈક્ષણિક સંસ્થાઓ અને સ્કૂલોમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે. એટલે કે જે બાળકો વડાપ્રધાનના કાર્યક્રમમાં સામેલ નથી થઈ રહ્યા તેઓ સ્કૂલમાં બેસીને આ કાર્યક્રમનો નિહાળી શકશે.

    વડાપ્રધાન મોદી 2018થી વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારની ચર્ચા કરતા આવ્યા છે. આ વખતે કાર્યક્રમમાં બે હજાર બાળકો સામેલ થશે. જેમાં 50 દિવ્યાંગ બાળકો પણ સામેલ હશે. આ બાળકોની પસંદગી આખા દેશમાંથી કરવામાં આવી છે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો