Pariksha Par Charcha 2020: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમમાં આજે દેશભરના સ્ટુડન્ટ્સને સંબોધિત કરશે. આ દરમિયાન કેટલાક સ્ટુડન્ટ્સ તેમને સવાલ પણ પૂછશે જેના પીએમ મોદી જવાબ આપશે. આ કાર્યક્રમમાં સ્ટુડન્ટ્સ જ એન્કરિંગ કરશે. પરીક્ષા પર ચર્ચા (Pariksha Par Charcha)નો આ ત્રીજો અધ્યાય આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ (Talkatora Stadium) ખાતે આયોજિત થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સ્ટુડન્ટ્સને તણાવ દૂર કરવા માટે અનેક સૂચનો આપશે.
દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમ સવારે 11 વાગ્યે શરૂ થશે. પીએમ મોદી દેશભરના વિદ્યાર્થીઓ સાથે વિભિન્ન માધ્યમોથી સંપર્ક કરશે ટીવી ચેનલો, પીએમઓ અને માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એચઆરડી)ના ફેસબુક અને યૂટ્યૂબ ચેનલ સહિત ઑલ ઈન્ડિયા રેડિયો પર આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ થશે.
દેશના 15 કરોડ સ્ટુડન્ટ્સ કાર્યક્રમ જોશે
આર.સી. મીનાએ વધુમાં જણાવ્યું કે, એચઆરડીએ ધોરણ-9થી ધોરણ-12 સુધીના 2000થી વધુ સ્ટુડન્ટ્સની પસંદગી કરે છે, જે તાલકટોરા સ્ટેડિયમમાં પીએમ મોદીના કાર્યક્રમમાં સામેલ થશે. મીનાએ જણાવ્યું કે દેશભરમાં 15 કરોડથી વધુ સ્ટુડન્ટ્સ પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમને જોશે. તેઓએ જણાવ્યું કે સીબીએસસી બોર્ડથી ભણનારા વિદેશી સ્ટુડન્ટ્સ પણ આ કાર્યક્રમમાં સામેલ થશે.
નોંધનીય છે કે, પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ પોતાની રીતનો એક ઉત્કૃષ્ટ કાર્યક્રમ છે, જેની શરૂઆત વડાપ્રધાન મોદીએ કરી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સ્ટુડન્ટ્સના તણાવને દૂર કરવા અને તેમની અંદર આત્મવિશ્વાસ વધારવાનો છે. આ કાર્યક્રમને લઈ સ્ટુડન્ટ્સ, શિક્ષકો અને અભિભાવકોમાં ખૂબ ઉત્સાહ છે. આ તમામ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉત્સુક તો છે ઉપરાંત વડાપ્રધાન સાથે બહુમૂલ્ય સૂચન પ્રાપ્ત કરવાની પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
આવી રીતે થાય છે સ્ટુડન્ટ્સની પસંદગી
પીએમ મોદીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમ પરીક્ષા પર ચર્ચા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ધોરણ-9થી ધોરણ-12 સુધીના સ્ટુડન્ટ્સ માટે એક લઘુ નિબંધ પ્રતિયોગિતા રાખી હતી. તેમાંથી પસંદગી પામેલા લગભગ 2000 સ્ટુડન્ટ્સને આ કાર્યક્રમમાં સામેલ થવાની તક મળશે. પ્રતિયોગિતા માટે લઘુ નિબંધ 2 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર 2019 સુધી ઑનલાઇન આમંત્રિત કરવામાં આવ્યા હતા.