મુંબઈ. Paras Defence IPO price band: પારસ ડિફેન્સ એન્ડ ટેક્નોલૉજી લિમિટેડ (Paras Defence and Space Technologies Ltd)નો આઈપીઓ 21 સપ્ટેમ્બરના રોજ ખુલશે. આ આઈપીઓમાં 140.60 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ હશે, જ્યારે 17.2 લાખ ઇક્વિટી શેર ઑફર ફૉર સેલ (Offer for sale) હશે. ઑફર ફૉર સેલ અંતર્ગત કંપનીના વર્તમાન પ્રમોટર અને વર્તમાન શેર ધારકો પોતાનો હિસ્સો વેચશે. કંપનીની યોજના આઈપીઓ મારફતે 170.77 કરોડ રૂપિયા એકઠા કરવાની છે. આઈપીઓ માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ 165-175 રૂપિયા (Paras Defence IPO Price band) રાખી છે.
આઈપીઓ ભરવા માંગતા રોકાણકારે ઓછામાં ઓછા 85 શેર માટે અરજી કરવાની રહેશે. અપર પ્રાઇસ બેન્ડના હિસાબે રોકાણકારો ઓછામાં ઓછું 14,875 રૂપિયાનું રોકાણ (Minimum investment) કરવું પડશે. એક રોકાણકારો વધુમાં વધુ 13 બિડ કરી શકે છે. એટલે કે રોકાણકારો આ ઇશ્યૂમાં અંદાજે મહત્તમ બે લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. આઈપીઓનો 50% હિસ્સો QIB (Qualified Institutional Buyers) માટે, 35% હિસ્સો રિટેલ રોકાણકારો (Retail investors) માટે અને 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત રાખવામાં આવ્યો છે.
કંપનીનો આઈપીઓ 1 ઓક્ટોબરના રોજ શેર બજારમાં લિસ્ટ થશે. મુંબઈ સ્થિત પારસ ડિફેન્સ સ્પેસ ઑપ્ટિક્સ, ડિફેન્સ ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ પ્રોટેક્શન સૉલ્યૂશન અને હેવી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં બિઝનેસ કરે છે. આ આઈપીઓથી મળનારી રકમનો ઉપયોગ કંપની મશીનરી ખરીદવા, ઇક્વિપમેન્ટની ખરીદી, કંપનીની વર્કિગ કેપિટલની જરૂરિયાત પૂરી કરવા તેમજ દેવું ચૂકવવા માટે કરશે.
પારસ ડિફેન્સ એ આ સેક્ટરની સરકારી કંપની જેવી કે ભારત ઇલેક્ટ્રૉનિક લિમિડેટ, ભારત ડાયનામિક લિમિટેડ, હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિડેટને પોતાની સેવા આપે છે. નવી મુંબઈ અને થાણેમાં કંપનીના ઉત્પાદક યુનિટ આવેલા છે. કંપની બેલ્જિયમ, ઇઝરાયેલ અને દક્ષિણ કોરિયા જેવા દેશમાં પોતાની સેવા આપે છે.
નાણાકીય વર્ષ 2020માં કંપનીની કુલ આવક 149.05 કરોડ રૂપિયા હતી. જ્યારે 30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા છ મહિના દરમિયાન કંપનીની કુલ આવક 37.94 કરોડ રૂપિયા રહી હતી. વર્ષ 2020માં કંપનીનો નફો 19.25 કરોડ રૂપિયા હતો. જ્યારે 30 સપ્ટેમ્બર 2020ના રોજ પૂરા થયેલા છ મહિના દરમિયાન કંપનીને 14 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
સુરતની અમી ઓર્ગેનિક્સના IPOનું બમ્પર લિસ્ટિંગ
મંગળવારે અમી ઓર્ગેનિક્સ (Ami Organics IPO)ના આઈપીઓનું શેરબજારમાં બમ્પર લિસ્ટિંગ (Bumpur Listing) થયું છે. નિષ્ણાતો અંદાજ લગાવી રહ્યા હતા તેમ સુરતની સ્પેશિયાલિટી કેમિકલ કંપની (Surat speciality chemical company) અમી ઓર્ગેનિક્સના શેરનું પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું છે. BSE પર અમી ઓર્ગેનિક્સના શેરનું 902 રૂપિયા પર એટલે કે 47.87% પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું છે. જ્યારે NSE પર અમી ઓર્ગેનિક્સનો શેર 910 રૂપિયા પર એટલે કે 49.18% પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું છે. અમી ઓર્ગેનિક્સની ઑફર કિંમત 610 રૂપિયા હતી. (વાંચો સમગ્ર અહેવાલ...)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર