મુંબઈ : શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને કાજોલની (Kajol) બ્લોક બસ્ટર ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાએગેં' (Dilwale Dulhania Le Jayenge) હિન્દી સિનેમાની સૌથી રોમાન્ટિક ફિલ્મોમાંની એક છે. 1995માં આવેલી આ ફિલ્મ લોકોને ઘણી જ ગમી હતી. આદિત્ય ચોપડાએ આ ફિલ્મથી ડાયરેક્ટર તરીકે પોતાની જર્ની શરૂ કરી હતી. ફિલ્મમાં રાજ અને સિમરનની લવ સ્ટોરીએ લોકોને દિવાના બનાવી દીધા હતાં. આ ફિલ્મે ઘણાં સમય સુધી સિનેમા ઘરો પર રાજ કર્યું હતું. આજે અમે તમને આ ફિલ્મનો એક રાઝ જણાવવાના છે.
શાહરૂખ ખાન અને કાજોલની આ ફિલ્મનો એક ડાયલોગ છે જે બધાને જ યાદ હશે. તે સમયે દરેક યુવાના દિલમાં આ ડાયલોગ ફર્યા કરતો હતો તે છે, પલટ ... પલટ, શાહરૂખ આવું બોલે છે અને તેનાથી દૂર જતી સિમરન પલટે છે.
કહેવામાં આવે છે કે, વર્ષ 1993માં રિલીઝ થયેલી ક્લિંટ ઇસ્ટવુડની ફિલ્મ ઇન ધ લાઇન ઓફ ફાયર માંથી લેવામાં આવ્યો છે. આ સીનની સાથે ડીડીએલજીનો પલટ સીન સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.
આ પણ જુઓ -
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર