નવી દિલ્હી : કરતારપુર કૉરિડોર (kartarpur sahib corridor) અંગે પાકિસ્તાન સરકારે ફરીથી યુટર્ન લીધો છે. હવે પાકિસ્તાને દરેક શ્રદ્ધાળુઓ પાસેથી 20 ડોલર (1425 રૂપિયા) લેવાની વાત કરી છે. કરતારપુર કૉરિડોરના ઉદ્ઘાટન પહેલા પાકિસ્તાન સરકાર જે રીતે પોતાનું વલણ બદલી રહ્યું છે તેના પરથી તેની મંશા જગજાહેર થઈ ગઈ છે. આ પહેલા પાકિસ્તાને કરતારપુર માટે પાસપોર્ટ ફરજિયાત કર્યો હતો.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શ્રદ્ધાળુઓને બે મોટી રાહત આપવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાન તરફથી જાહેર કરવામાં આવ્યું હતું કે કૉરિડોરમાં આવતા શ્રદ્ધાળુઓએ પાસપોર્ટ લેવાની જરૂરિયાત નહીં રહે, તેમજ 10 દિવસ પહેલા રજીસ્ટ્રેશન કરાવવાની પણ જરૂરિયાત નહીં રહે. આ સાથે કહેવામાં આવ્યું હતું કે કરતારપુર પહોંચનાર પ્રથમ જૂથ પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં નહીં આવે. પરંતુ હવે પાકિસ્તાન તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે શ્રદ્ધાળુઓના પ્રથમ જૂથના દરેક સભ્ય પાસેથી 20 ડોલર રકમ લેવામાં આવશે.
કરતારપુર કૉરિડોરને શ્રદ્ધાળુઓ માટે નવમી નવેમ્બરના રોજ ખુલ્લો મૂકવામાં આવશે. કેન્દ્ર સરકારના સૂત્રોએ કહ્યુ હતુ કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહ અને કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી એવા 575 લોકોમાં સામેલ છે જેઓ ગુરદ્વારા દરબાર સાહિબના ઉદ્ઘાટન જૂથમાં સામેલ હશે. પાકિસ્તાને નવજોતસિંહ સિદ્ધુને ઐતિહાસિક કરતારપુર કૉરિડોરના ઉદ્ઘાટન સમારંભમાં સામેલ કરવા માટે આમંત્રિત કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર