Home /News /samachar /

ઈમરાનની ધમકી : ભારત સાથે યુદ્ધ નથી ઈચ્છતા, જો એવું થયું તો જડબાતોડ જવાબ આપીશું

ઈમરાનની ધમકી : ભારત સાથે યુદ્ધ નથી ઈચ્છતા, જો એવું થયું તો જડબાતોડ જવાબ આપીશું

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનને જોરદાર જવાબ આપવા માટે ભારતે તૈયારી શરૂ કરી દીધી છે

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનને જોરદાર જવાબ આપવા માટે ભારતે તૈયારી શરૂ કરી દીધી છે

    જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનની હતાશા સતત સામે આવી રહી છે. ફરી એકવાર પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતને ધમકી આપી છે. તેઓએ કહ્યું છે કે પાકિસ્તાન ભારત સામે યુદ્ધ નથી ઈચ્છતું, પરંતુ આ યુદ્ધ થયું તો ભારતને જડબાતોડ જવાબ આપીશું.


    ઈમરાન ખાનની ધમકી : પાકિસ્તાની ટીવી ચેનલ જિયો ટિવી મુજબ, ઈમરાન ખાને ગુરુવારે કેટલાક સીનિયર પત્રકારો સાથે મુલાકાત કરી. તેઓએ આ દરમિયાન કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવા પર ચર્ચા કરી.


    સાથોસાથ તેઓએ ધમકી આપતાં કહ્યું કે, પાકિસ્તાન ભારતની વિરુદ્ધ યુદ્ધ નથી ઈચ્છતું, પરંતુ જો ભારતે યુદ્ધ થોપ્યું તો તેઓ તેનો જડબાતોડ જવાબ આપશે.


    બે દિવસ પહેલા પાકિસ્તાન સંસદના જોઇન્ટ સેશનમાં વિપક્ષના નેતા અને પીએમએલ-એનના નેતા શહબાજ શરીફે કહ્યું હતું કે પાકિસ્તાન સરકારને જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ-370 હટાવવાના મામલામાં જોરદાર પ્રતિક્રિયા આપવી જોઈએ.


    તેના જવાબમાં ઈમરાન ખાને શરીફની માંગ પર પૂછ્યું કે વિપક્ષના નેતા શું ઈચ્છે છે? શું મારે પાકિસ્તાની સેનાને ભારત પર હુમલાનો આદેશ આપવો જોઈએ?


    'પુલવામા જેવી ઘટનાઓ બનશે' - ઈમરાન ખાને ધમકી આપતાં એમ પણ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાના કારણે ભારતમાં પુલવામા જેવી ઘટનાઓ બનશે. તેઓએ એમ પણ કહ્યું કે અમે આ મામલાને સંયુક્ત રાષ્ટ્ર લઈને જઈશું.


    પાકિસ્તાન ડરી ગયું છે! - પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ ગુરુવારે કહ્યું કે ભારત જો કાશ્મીર પર પોતાના પગલા પર પુનર્વિચાર કરવા તૈયાર થઈ જાય છે તો ઈસ્લામાબાદ તેમની વિરુદ્ધ ડિપ્લોમેટિક સંબંધોને ઘટાડવા સહિત પોતાના નિર્ણયોની સમીક્ષા કરવા માટે તૈયાર છે.


    આ દરમિયાન પાકિસ્તાને ભારતના નિર્ણયને પડકારવામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ જવાનો નિર્ણય લીધો છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનને જોરદાર જવાબ આપવા માટે ભારતે તૈયારી શરૂ કરી દીધી છે.
    First published:

    આગામી સમાચાર