Home /News /samachar /

પાકના મંત્રીએ કહ્યું - ભારત સાથે તોડી નાખો ફુટનિતીક સંબંધો, રાજદૂતને પાછા મોકલો

પાકના મંત્રીએ કહ્યું - ભારત સાથે તોડી નાખો ફુટનિતીક સંબંધો, રાજદૂતને પાછા મોકલો

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા પછી પાકિસ્તાન રઘવાયું થયું

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા પછી પાકિસ્તાન રઘવાયું થયું

    જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા પછી પાકિસ્તાન રઘવાયું થયું છે. પાકિસ્તાનના મંત્રી સતત કાશ્મીરને લઈને વિવાદિત નિવેદન કરી રહ્યા છે. ઇમરાન ખાનના સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિક મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું છે કે જો ભારત આપણી સાથે (પાકિસ્તાન) વાતચીત કરવામાં રસ રાખી રહ્યું નથી તો તેમના રાજદૂત અહીં કેમ છે?

    ફવાદે કહ્યું હતું કે હું આપણા વિદેશ મંત્રીને નિવેદન કરું છું કે જો ભારતને આપણી સાથે વાતચીત કરવામાં રસ નથી તો તેમનો રાજદૂત અહીં કેમ છે? ફવાદ અહીં રોકાયો ન હતો. તેણે ભારત સાથે ફુટનિતીક સંબંધો ખતમ કરવા સુધીની વાત કરી હતી. ફવાદે કહ્યું હતું કે આપણે તેમની સાથે ફુટનિતીક સંબંધો તોડી નાખવા જોઈએ.





    પાકિસ્તાનની સંસદમાં પોતાની વાત રાખતા ફવાદે કહ્યું હતું કે હું સંસદને આગ્રહ કરું છું કે કાશ્મીરને પેલેસ્ટાઇન ના બનવા દો. અમે આ સહન કરી શકીએ નહીં. અમે આ અપમાન સાથે રહી શકીએ નહીં. જો લડાઈની વાત આવે તો આપણે લડીશું. પોતાના સંબોધનમાં પાકિસ્તાનના મંત્રીએ પાક પ્રધાનમંત્રી ઇમરાન ખાનના એ નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં ઇમરાને કહ્યું હતું કે શું ઇચ્છો છો હુમલાનો આદેશ આપી દઉં? વિપક્ષે (પાકિસ્તાનના) કહેવું જોઈતું હતું કે કદમ બઢાઓ,અમે તમારી સાથે છીએ પણ આમ બન્યું નહીં.
    First published:

    આગામી સમાચાર