ઇસ્લામાબાદ : પાકિસ્તાન (Pakistan)આખી દુનિયામાં કાશ્મીરમાં માનવાધિકારોની ખોટી કાર્યવાહીની વાત કરી રહ્યું છે પણ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પોતાના જ દેશમાં વિપક્ષના વિરોધ પ્રદર્શનને કચડી નાખવા સેનાનો સહારો લેવાનું મન બનાવી લીધું છે.
પાકિસ્તાની મીડિયામાં આવેલા રિપોર્ટ્સ પ્રમાણે ઇમરાન ખાન (Imran khan)સરકાર રાજધાની ઇસ્લામાબાદમાં (Islamabad) વિપક્ષના વિરોધ માર્ચને રોકવા માટે સેનાનો પ્રયોગ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વિપક્ષી દળોએ ઇમરાન ખાન ઉપર ખોટી રીતે સત્તામાં આવવાનો આરોપ લગાવ્યો છે. સાથે વિપક્ષી દળોએ વિરોધ પ્રદર્શનની જાહેરાત પણ કરી છે.
વિપક્ષી દળ જમીયત ઉલેમા એ ઇસ્લામના ચીફ મૌલાના ફઝલે જાહેરાત કરી છે કે 31 ઑક્ટોબરે સરકાર સામે ઇસ્લામાબાદમાં માર્ચ કાઢશે. તેના આ માર્ચને પૂર્વ પીએમ નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ), પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી, એએનપી અને પખ્તુનખ્ખ્વા મિલ્લી આવામ પાર્ટીનું સમર્થન મળેલ છે. આ માર્ચને આઝાદી માર્ચ (Azadi March)નું નામ આપવામાં આવ્યું છે. પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુનના રિપોર્ટ પ્રમાણે સરકાર વિપક્ષી દળોના આ માર્ચને કચડી નાખવા માચે રણનીતિ તૈયાર કરી રહી છે. જે પ્રમાણે સેનાને ઇસ્લામાબાદમાં નિમણુક કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
અખબારમાં આવેલા રિપોર્ટ્સ પ્રમાણે પીએમ ઇમરાન ખાનના આવાસ પર આ માર્ચ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને મિટિંગ થઈ હતી. મિટિંગમાં અધિકારીઓનું કહેવું હતું કે શાંતિપૂર્ણ પ્રદર્શન લોકોનો અધિકાર છે પણ કોઈને ઇસ્લામાબાદ સીઝ કરવાનો અધિકાર આપી શકાય નહીં. આ દરમિયાન સંવેદનશીલ સરકારી ઑફિસ અને વિદેશી દુતાવાસોની સુરક્ષા પર ચર્ચા કરવામાં આવી હતી. મિટિંગ દરમિયાન એમ પણ કહેવામાં આવ્યું હતું કે ફઝલ સહિત બધા વિપક્ષી દળો સાથે વાતચીત કરવામાં આવશે. જો વાતચીત અસફળ રહી તો જરુરી પ્રતિષ્ઠાનો અને સરકારી સંસ્થાનોની સુરક્ષા માટે રાજધાનીમાં સેના તૈનાત કરવામાં આવશે. આ વિશે આખરી નિર્ણય પાકિસ્તાન ગૃહમંત્રાલય કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર