Home /News /samachar /

નવા વર્ષ પહેલા આટલા રુપિયા સસ્તી થશે ડુંગળી, સરકારે ઉઠાવ્યું આ પગલું

નવા વર્ષ પહેલા આટલા રુપિયા સસ્તી થશે ડુંગળી, સરકારે ઉઠાવ્યું આ પગલું

ડુંગળીની ઉપલબ્ધતા વધારવા અને કિંમતોને નિયંત્રણમાં રાખવા સરકારે ડુંગળીની ખરીદીનો કરાર કર્યો છે. એવું માનવામાં આવે છે કે આવતા અઠવાડિયા સુધીમાં ભાવ પ્રતિ કિલો 80 રૂપિયા સુધી આવી શકે છે.

ડુંગળીની ઉપલબ્ધતા વધારવા અને કિંમતોને નિયંત્રણમાં રાખવા સરકારે ડુંગળીની ખરીદીનો કરાર કર્યો છે. એવું માનવામાં આવે છે કે આવતા અઠવાડિયા સુધીમાં ભાવ પ્રતિ કિલો 80 રૂપિયા સુધી આવી શકે છે.

  ડુંગળીની કિંમતમાં ઘટાડો થશે, ટૂંક સમયમાં સામાન્ય લોકોને હવે જલદી રાહત મળી શકે છે. હકીકતમાં સરકાર દ્વારા સંચાલિત એમએમટીસીએ ડુંગળીની ઉપલબ્ધતા વધારવા અને ડુંગળીના ભાવમાં કાબૂ મેળવવા માટે તુર્કીથી 12,500 ટન ડુંગળી ખરીદવાનો કરાર કર્યો છે. એવું માનવામાં આવે છે કે આવતા અઠવાડિયા સુધીમાં ભાવ પ્રતિ કિલો 80 રૂપિયા સુધી આવી શકે છે. આવતા વર્ષે જાન્યુઆરી 2020 ની મધ્ય સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થિત એશિયાની સૌથી મોટી ડુંગળી બજાર, લાસલગાંવમાં જથ્થાબંધ ડુંગળી 20-25 રૂપિયા પ્રતિ કિલો પર આવશે તેવી શક્યતા છે. નાગરિકતા સુધારો કાયદાના વિરોધને કારણે ડુંગળીનું આગમન ફરી ઘટ્યું છે. તેથી જ ભાવમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હી સહિત એનસીઆરમાં ડુંગળીનો ભાવ ગયા અઢવાડિયે દિલ્હીના કિલો દીઠ 150 રૂપિયા પર પહોંચ્યો હતો. પરંતુ હવે કિંમત પ્રતિ કિલો 100 રૂપિયા પર આવી ગયા છે.

  આને કારણે ડુંગળી સસ્તી થઈ શકે છે - એમએમટીસીએ ગ્રાહક બાબતોના વિભાગની મુલ્ય સ્થિતિકરણ ફંડ મેનેજમેન્ટ કમિટીને ડુંગળીની આયાત કરવાનું કહ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડુંગળીનો નવીનતમ કરાર જાન્યુઆરીના મધ્ય ભાગથી ભારતમાં આવવાનું શરૂ થશે.  નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પહેલા કરાર હેઠળ 31 ડિસેમ્બર પહેલા લગભગ 12,000 ટન વિદેશી ડુંગળીનો મોટો હિસ્સો દેશમાં આવશે. તેનાથી ડુંગળીના ભાવમાં સુધારો થવાની અપેક્ષા છે. કેન્દ્ર સરકારે દેશમાં ડુંગળીની ઉપલબ્ધતા વધારીને ભાવ વધારવાના હેતુથી 1.2 લાખ ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લીધો છે.

  20-25 રૂપિયા સુધીનો ભાવ આવી શકે છે - ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના એક અહેવાલમાં જણાવાયું છે કે મહારાષ્ટ્રના લાસલગાંવમાં કૃષિ પેદાશ બજાર સમિતિના ડિરેક્ટર જયદત્ત સીતારામ હોલકર કહે છે કે આવતા વર્ષે 15 જાન્યુઆરી સુધીમાં દેશના સૌથી મોટા ડુંગળી લાસલગાંવના જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ ડુંગળી 20-25 રૂપિયા પ્રતિ કિલો આવે તેવી શક્યતા છે.
  First published:

  આગામી સમાચાર