સુરતની બઝારોમાં તુર્કીથી આવેલી સસ્તી ડુંગળીની બોલબાલ જોવા મળી રહી છે. ડુંગળીના ભાવ આસમાન છે અને 100-120 રૂપિયે કિલો વેચાઇ રહેલી દેશી ડુંગળી ગ્રાહકોને રડાવી રહી છે ત્યારે તુર્કીની ડુંગળી 70-80 રૂપિયે કિલો વેચાઇ રહી છે. આ સસ્તી ડુંગળી ખરીદીને સુરતીઓ સ્વાદનો ચટાકો માણી રહ્યા છે. જોકે, સાઇઝ મોટી હોવાના કારણે હોટલોમાં તુર્કીમાં માંગ છે, ગૃહિણીઓને આ ડુંગળી ખાસ માફક આવી રહી નથી.
દેશીની ડુંગળીના ભાવમાં ઘટાડો બે મહિના સુધી થાય તેવી શક્યતા નથી ત્યારે તુર્કીની ડુંગળી ધૂમ મચાવશે. જોકે, આ ડુંગળી ટેનિસના બૉલની સાઇઝની છે જેથી ગૃહિણીઓને તેની ફાવટ આવે કે નહીં તે મોટો સવાલ છે પરંતુ સસ્તા ભાવે સ્વાદની સોડમ માણનારા સુરતીઓને આ ડુંગળીનો ચટાકો રેસ્ટોરાંની ડીશમાં માણવા મળશે.
એક્સપર્ટના મતે તુર્કીની ડુંગળી કાપતા તેમાંથી પાણી ખૂબ નીકળી રહ્યુ છે. સુરતના વેપારીએ મંગાવેલી ડુંગળીની સાઇઝ અને સ્વાદના કારણે કેટલી વેચાશે તેનું નક્કી નથી પરંતુ નાસિકની ડુંગળી હાલ તો સસ્તી થવાનો કોઈ અણસાર દેખાઈ રહ્યો નથી.
માર્કેટમાં હાલમાં નાસિક અને સૌરાષ્ટ્રની ડુંગળી વેચાઈ રહી છે. આ ડુંગળીના ભાવ રિટેલ માર્કેટમાં વધારે છે જ્યારે હોલસેલ માર્કેટમાં 70-80 રૂ. કિલો સુધી પહોંચ્યા છે.
જોકે, આ તમામ ઘટનાક્રમની વચ્ચે વિદેશી ડુંગળી સસ્તા ભાવે દેશી ડુંગળીનો વિકલ્પ બની છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર