Home /News /samachar /ડાંગ : ઇન્ટરનેટ મેળવવાનો દેશી કિમીયો, WiFiના રાઉટરને વાંસડે બાંધી ટાવર ઉભા કર્યા

ડાંગ : ઇન્ટરનેટ મેળવવાનો દેશી કિમીયો, WiFiના રાઉટરને વાંસડે બાંધી ટાવર ઉભા કર્યા

ડાંગના મોટા ભાગના ગામોમાં રાઉટરથી ઇન્ટરનેટ કનેક્ટ ન થતું હોવાના કારણે લોકોએ અજબ ગજહ કીમિયો કર્યો

ડાંગના મોટા ભાગના ગામોમાં રાઉટરથી ઇન્ટરનેટ કનેક્ટ ન થતું હોવાના કારણે લોકોએ અજબ ગજહ કીમિયો કર્યો

    ડાંગ : અંગ્રેજીમાં એક કહેવત છે 'નેસેસિટી ઇઝ મધર ઓફ ઇન્વેન્શન' જેનો અર્થ થાય છે કે 'જરૂરિયાત એ શોધની જનની છે' ડાંગ જિલ્લામાં હાલ આ કહેવત સાર્થક થતી હોય તેવું લાગે છે, જ્યાં ઇન્ટરનેટની કનેક્ટિવિટી મેળવવા માટે ખેડૂતોએ Wifiનો દેશી ટાવર બનાવ્યો છે. ડાંગના મોટાભાગના ગામોમાં ઇન્ટરનેટ પકડાતું ન હોવાના કારણે હવે સ્થાનિકોએ દેશી કીમિયો કર્યો છે. ડાંગમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટ ન થતું હોવાના કારણે ત્રસ્ત થયેલા લોકોએ રાઉટરને વાંસના થાંભલા પર લટકાવી અને ઇન્ટરનેટ મેળવવા માટે અનોખો કીમિયો કર્યો છે. સ્થાનિકોની આ તરકીબ કામ કરી રહી છે. ડાંગના એક ગામનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સ્થાનિકો આ તરકીબ કરતા જોવા મળ્યા છે.

    રાઉટરને થાંભલા પર ચડાવી અને wifiનો ટાવર બનાવ્યો

    સ્થાનિકોએ રાઉટરને થાંભલા પર ચડાવી અને wifiનો ટાવર બનાવ્યો છે. સ્થાનિકો એક થેલીમાં રાઉટને નાખી અને દોરીની મદદથી વાંસના થાંભલા પર લટાકાવે છે. રાઉટર ઉંચાઈ પર હોવાના કારણે રાઉટર ત્યાંથી સારું 4G કનેક્શન પકડી શકે છે. આ રાઉટરમાં સિગ્નનલ મળવાથી સ્થાનિકો મોબાઇલમાં ઇન્ટરનેટ મેળવે છે.

    આ પણ વાંચો : 'તારા વગર મારી જિંદગી અધૂરી,' રાજકોટમાં ધરાર પ્રેમીએ યુવતીને છરી મારી

    ડાંગમાં મોબાઇલ કનેક્ટિવિટીનો ઇશ્યુ
    ડાંગ જિલ્લામાં અનેક સ્થળે પહાડી વિસ્તારોમાં મોબાઇલ કંપનીઓનું નેટવર્ક નબળું છે. આ સ્થિતિમાં આજના સમયની માંગને પહોંચી વળવા ઇન્ટરનેટ જરૂરી થઈ ગયું છે. ખેડૂતો અને સ્થાનિકો છેલ્લા ઘણાં સમયથી કનેક્ટિવિટીના પ્રશ્ન સામે રજૂઆત કરી રહ્યા છે.
    First published: