Home /News /samachar /

સુરત : ચોકલેટ આપવાની લાલચ આપી 5 વર્ષની બાળકી સાથે આધેડે અડપલાં કર્યાં

સુરત : ચોકલેટ આપવાની લાલચ આપી 5 વર્ષની બાળકી સાથે આધેડે અડપલાં કર્યાં

આરોપી બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપીને પોતાના ઘરે બોલાવતો હતો, મોબાઇલમાં કાર્ટૂન બતાવવાના બહાને તેની સાથે અડપલાં કરતો હતો.

આરોપી બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપીને પોતાના ઘરે બોલાવતો હતો, મોબાઇલમાં કાર્ટૂન બતાવવાના બહાને તેની સાથે અડપલાં કરતો હતો.

    કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં નાની બાળાઓ સાથે છેડછાડની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે પોલીસે આવા જ એક બનાવમાં ચોકલેટ આપવાની લાલચ આપી બાળકીની શારીરિક છેડછાડ કરનારા એક આધેડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરે છે.

    સુરતના મહિધરપુરા વિસ્તારના ઝાપાબજાર ખાતે આવેલા બુરહાની પેલેસમાં વોચમેનના રૂમમાં રહેતો 55 વર્ષનો આધેડ હાસિમ શ્રમજીવી પરિવારની 8 વર્ષની બાળકીને છેલ્લા કેટલાક સમયથી ચોકલેટ આપવાની લાલચ આપતો હતો. આધેડ પોતાના મોબાઈલ ફોનમાં કાર્ટૂન બતાવવાના બહાને બાળકીને રૂમમાં લઈ જઈને તેની સાથે શારીરિક છેડછાડ કરતો હતો.

    આ ઘટના અંગે આ જ વિસ્તારના એક યુવકે બાળકીના પરિવારને ઘટના અંગે માહિતી આપી હતી. આ મામલે પરિવારે બાળકીને પૂછપરછ કરતા બાળકીએ સમગ્ર હકીકત જણાવી હતી. સમગ્ર હકીકત જાણ્યા બાદ બાળકીનો પરિવાર આધેડ વિરુદ્ધ ફરિયાદ આપવા મહિધરપુરા પોલીસ મથકે દોડી ગયો હતો. ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસે આધેડની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી છે. શરૂઆતમાં પોલીસ ફરિયાદ અંગેની જાણકારી મળતા જ આધેડ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

    આ પણ વાંચો : 'તારી બહેન ધાબા પર છે,' કહીને યુવકે 7 વર્ષની બાળકી સાથે અડપલાં કર્યાં
    First published:

    આગામી સમાચાર