Home /News /samachar /

હવેથી RTOની આ નવી 7 સેવા અરજદારો ઘેરબેઠાં મેળવી શકશે

હવેથી RTOની આ નવી 7 સેવા અરજદારો ઘેરબેઠાં મેળવી શકશે

હાલ હાલ નોન ટ્રાન્સપોર્ટ વાહનો અને ટ્રાન્સપોર્ટ વાહનો માટે પસંદગીના નંબરો, સ્પેશીયલ પરમીટ, ટેમ્પરરી પરમીટ, ટેક્ષ અને ફીની ચૂકવણીની સેવા અરજદારો ઘરબેઠાં મેળવી રહ્યા છે.

હાલ હાલ નોન ટ્રાન્સપોર્ટ વાહનો અને ટ્રાન્સપોર્ટ વાહનો માટે પસંદગીના નંબરો, સ્પેશીયલ પરમીટ, ટેમ્પરરી પરમીટ, ટેક્ષ અને ફીની ચૂકવણીની સેવા અરજદારો ઘરબેઠાં મેળવી રહ્યા છે.

    ન્યૂઝ18 ગુજરાતી, અમદાવાદ : રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે (તા. 14 નવેમ્બર, 2019)ના રોજ આરટીઓના કામકાજ અંગે મહત્વની જાહેરાતો કરી હતી. જાહેરાત પ્રમાણે ઓનલાઇન સેવાઓમાં સાત સેવાનો ઉમેરો કરવામાં આવ્યો છે. એટલે કે હવેથી નવી સાત સેવા માટે અરજદારોએ આરટીઓમાં નહીં જવું પડે. આ માટે ઉમેદવારો ઘરેબેઠાં જ ઓનલાઇન અરજી કરી શકશે. હાલ હાલ નોન ટ્રાન્સપોર્ટ વાહનો અને ટ્રાન્સપોર્ટ વાહનો માટે પસંદગીના નંબરો, સ્પેશીયલ પરમીટ, ટેમ્પરરી પરમીટ, ટેક્ષ અને ફીની ચૂકવણીની સેવા અરજદારો ઘરબેઠાં મેળવી રહ્યા છે.


    આ સાત સેવાનો ઉમેરો કરાયો :  વર્ષ 2009-2010 પછીના ડ્રાઇવિંગ લાઇસન્સ ધારકો તેમના લાઇસન્સ રિન્યૂ કરવા માટે ઓનલાઇન અરજી કરી શકશે. આ ઉપરાંત ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત માહિતી, રિપ્લેશમેન્ટ ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ જેવી ચાર સેવા ઓનલાઇન મેળવી શકશે. આ ઉપરાંત વર્ષ 2009-10 પછીની આર.સી.બુક ધરાવતા વાહન માલિકો ડુપ્લિકેટ આર.સી. બુક, વાહન ઇન્ફર્મેશન અને હાઇપોથીકેશન રીમુઅલ જેવી ત્રણ સેવા ઓનલાઇન મેળવી શકેશે. એટલે ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન સંબંધિત સાત સેવાઓ માટે અરજદારે આરટીઓ કચેરીએ જવાનું રહેશે નહીં. પરંતુ ઘેરબેઠાં ઓનલાઇન અરજી કરવાથી મળી શકશે.


    સરકારની જાહેરાત પ્રમાણે હાલમાં વાહનની નોંધણી, ફેન્સી નંબરો, સ્પેશયલ પરમીટ, ટેમ્પરરી પરમીટ, વાહનનું એન.ઓ.સી., ટેક્ષ અને ફીની ચૂકવણી જેવી આ સેવાનો કુલ 25 લાખ લોકો ઘેરબેઠાં લાભ મેળવી રહ્યા છે. હાલની 25 લાખ અને આજે જાહેર કરવામાં આવનાર સેવાઓ દ્રારા 17 લાખ મળી કુલ 42 લાખ લોકો વર્ષમાં આર.ટી.ઓ. કચેરી ખાતે આવતાં ઓછાં થશે.


    કેવી રીતે અરજી કરવાની રહેશે? : અરજદારોએ વાહન અને લાઇસન્સ સંબંધિત સેવાઓ માટે પોતાના મોબાઇલથી One Time Password મેળવવાનો રહેશે. આ માટે વધારાની વિગતો વેબસાઇટ cot.gujarat.gov.in અને rtogujarat.gov.in પર મેળવી શકાશે.


    વાહન માલિકો માર્ગદર્શન અને ફરિયાદ માટે ફોન નંબર, ઇ-મેઇલ તેમજ વેબસાઇટ ઉપર રજુઆત કરી શકશે. આ માટે બે હેલ્પલાઇન નંબર. (079) 23257808 અને 23251369 જાહેર કરવામાં આવ્યાં છે. ઉપરાંત ઇ-મેલ cot-trans-complain@gujarat.gov.in તેમજ વેબસાઇટ cot.gujarat.gov.in પર પણ રજુઆત કરી શકાશે.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन