Home /News /samachar /

Yes Bankના ગ્રાહકો માટે મોડી રાત્રે આવ્યા રાહતના સમાચાર! હવે ATMથી રૂપિયા ઉપાડી શકાશે

Yes Bankના ગ્રાહકો માટે મોડી રાત્રે આવ્યા રાહતના સમાચાર! હવે ATMથી રૂપિયા ઉપાડી શકાશે

યસ બેંકના ગ્રાહકો પહેલાની જેમ જ કાર્ડથી યસ બેંકની સાથોસાથ બીજી બેંકના ATMથી પણ રૂપિયા ઉપાડી શકે છે

યસ બેંકના ગ્રાહકો પહેલાની જેમ જ કાર્ડથી યસ બેંકની સાથોસાથ બીજી બેંકના ATMથી પણ રૂપિયા ઉપાડી શકે છે

    મુંબઈ : સંકટમાં ફસાયેલી યસ બેંક (Yes Bank)ના ગ્રાહકો માટે સારા સમાચાર છે. હવે તેઓ રૂપિયા ઉપાડવા માટે પોતાના એટીએમ (ATM) અને ડેબિટ કાર્ડ (Debit Card)નો ઉપયોગ કરી શકે છે. ખાસ વાત એ છે કે પહેલાની જેમ યસ બેંકના ગ્રાહકો કાર્ડથી યસ બેંકની સાથોસાથ બીજા એટીએમથી પણ રૂપિયા ઉપાડી શકે છે.


    ગુરુવાર મોડી રાત્રે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)એ બેંકની તમામ સર્વિસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તમામ ઑનલાઇન સર્વિસ સસ્પેન્ડ કરી દીધા હતા. જેથી દેશભરમાં બેંકોની બહાર લોકોની લાંબી લાઇનો લાગી ગઈ હતી.


    પરંતુ હવે તમે ATMથી રૂપિયા ઉપાડી શકાય છે. હાલ ગ્રાહકોને એક મહિનાની અંદર માત્ર 50 હજાર રૂપિયા ઉપાડવાની મંજૂરી છે.


    બેંકને બચાવવાની તૈયારી : ગુરુવારે ભારતીય રિઝર્વ બેંક એ યસ બેંકના બોર્ડને ભંગ કરતાં એસબીઆઈના પૂર્વ સીએફઓ પ્રશાંત કુમારને નવા એડમિનિસ્ટ્રેટર નિયુક્ત કરી દીધા છે.


    હવે યસ બેંકના ભવિષ્યની કમાન કેન્દ્ર સરકાર, RBI અને SBIના હાથમાં છે. SBI યસ બેંકના શૅર ખરીદશે. હાલ કહેવામાં આવી રહ્યું છે કે SBIની તેમાં 49 ટકા હિસ્સેદારી હશે.


    ત્યારબાદ બેંકની સ્થિતિ ઠીક થતાં 26 ટકા કરી દેવામાં આવશે. સરકારે લોકોને ભરોસો અપાવ્યો છે કે આગામી એક મહિનાની અંદર બધું ઠીક થઈ જશે.


    રાણા કપૂરની ધરપકડ : આ દરમિયાન ઈડી (ED)એ રવિવાર વહેલી પરોઢે લગભગ 3 વાગ્યે બેંકના ફાઉન્ડર રાણા કપૂરની ધરપકડ કરી લીધી. તેમની મની લૉન્ડ્રિંગ મામલામાં ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈડી અધિકારીઓએ તેમની સાથે લગભગ 20 કલાક પૂછપરછ કરી.


    કપૂરને રવિવાર સવારે લગભગ 11 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કપૂરે આરબીઆઈના આ પગલા પર કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો છે. તેઓએ શુક્રવારે કેટલીક મીડિયા સંસ્થાનો સાથે ફોન પર વાત કરતાં કહ્યું હતું કે છેલ્લા 14 મહિનાથી હું બેંકના કોઈ પણ કામમાં સામેલ નથી. એવામાં કોઈ પણ ફેરફાર વિશે મને કોઈ જાણકારી નથી.
    Published by:Mrunal Bhojak
    First published:

    આગામી સમાચાર