Home /News /samachar /

ભારત-ચીન સંઘર્ષઃ ભારતીય સેનાએ કહ્યું- તમામ 76 ઘાયલ જવાન ખતરાથી બહાર, કોઈ સૈનિક ગુમ નથી

ભારત-ચીન સંઘર્ષઃ ભારતીય સેનાએ કહ્યું- તમામ 76 ઘાયલ જવાન ખતરાથી બહાર, કોઈ સૈનિક ગુમ નથી

58 જવાન જેમને સામાન્ય ઈજા થઈ છે તેઓ એક સપ્તાહની અંદર મોરચે પરત પહોંચી શકે છે

58 જવાન જેમને સામાન્ય ઈજા થઈ છે તેઓ એક સપ્તાહની અંદર મોરચે પરત પહોંચી શકે છે

  નવી દિલ્હીઃ પૂર્વ લદાખ (Eastern Ladakh)ની ગલવાન ઘાટી (Galwan Valley)માં ભારત (India) અને ચીન (China)ની વચ્ચે થયેલા હિંસક ઘર્ષણમાં 10 ભારતીય જવાનો ગુમ થવાના અહેવાલનું ભારતીય સેનાએ ખંડન કર્યું છે. ભારતીય સેના (Indian Amry) તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘કોઈ પણ ભારતીય સૈનિક ગુમ નથી.’ નોંધનીય છે કે સોમવાર રાત્રે પૂર્વ લદાખની ગલવાન ઘાટીમાં ચીનની સાથે થયેલા હિંસક ઘર્ષણ બાદ અહેવાલ આવ્યા હતા કે 10 ભારતીય જવાનોને ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ કેદ કરી દીધા છે. આ હિંસક ઘર્ષણમાં 20 ભારતીય સૈનિક શહીદ થયા હતા.

  ન્યૂઝ એજન્સી ANIને ભારતીય સેનાના સૂત્રોએ જણાવ્યું કે, ગુરુવાર બપોર સુધી કોઈ પણ જવાનની હાલત ગંભીર નથી. તેની સાથે જ 58 જવાનોને સામાન્ય ઈજા થઈ છે. સૂત્રોએ જાણકારી આપી કે હાલ તમામ જવાનોની હાલત ખતરાથી બહાર છે. 18 જવાનોને લેહની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ તમામ જવાન 15 દિવસમાં ડ્યૂટી જોન કરવા માટે પહોંચી શકે છે. બીજી તરફ, 58 જવાન જેમને સામાન્ય ઈજા થઈ છે તેઓ એક સપ્તાહની અંદર મોરચે પરત પહોંચી શકે છે.

  ભારતનો કોઈ જવાન ગુમ નથી

  આ પહેલા ભારતીય સેનાએ ગુરુવારે તે મીડિયા અહેવાલોને ફગાવી દીધા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પૂર્વ લદાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે થયેલા હિંસક ઘર્ષણ બાદ અનેક સૈનિક ગુમ છે. સેનાએ એક નિવેદનમાં કહ્યું કે, એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કાર્યવાહીમાં કોઈ ભારતીય સૈનિક ગુમ નથી. એવા પ્રકારના અહેવાલો હતા કે ગલવાન ઘાટીમાં હિંસક સંઘર્ષ બાદ ચીની સેનાએ ભારતીય સેનાના કેટલાક સૈનિકોને કેદ કરી દીધા છે.

  આ પણ વાંચો, ગલવાનમાં હિંસક સંઘર્ષ બાદ શું છે સ્થિતિ? હવે આગળ શું થશે? જાણો દરેક સવાલના જવાબ

  વડાપ્રધાન મોદીએ આજે બોલાવી સર્વપક્ષીય બેઠક

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-ચીન સરહદ પર સ્થિતિને લઇ ચર્ચા કરવા માટે આજે સર્વપક્ષીય ડિજિટલ બેઠક બોલાવી છે. આ બેઠક એવા સમયે બોલાવવામાં આવી છે, જ્યારે વિપક્ષી પાર્ટીઓ લદાખની ગલવાન ઘાટીમાં ભારતીય તથા ચીની સેનાની વચ્ચે થયેલા હિંસક ઘર્ષણની વિસ્તૃત જાણકારી માંગી રહી છે.

  આ પણ વાંચો, આમિર ખાન, દીપિકા, વિરાટ કોહલીને CAITની અપીલ, ‘ચાઇનીઝ પ્રોડક્ટસને પ્રમોટ ન કરો’
  First published:

  આગામી સમાચાર