Home /News /samachar /કોવિડ-19થી લોકોનું જીવન બચાવીને દુનિયાના મુખ્ય દાનવીરોમાં સામેલ થયા નીતા અંબાણી
કોવિડ-19થી લોકોનું જીવન બચાવીને દુનિયાના મુખ્ય દાનવીરોમાં સામેલ થયા નીતા અંબાણી
મેગેઝીન પ્રમાણે તેઓ સફળતાની સાથે રિલાયન્સ ફાઉન્ડેશનનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે લોકડાઉન (lockdown) દરમિયાન સમાજના અલગ વર્ગો માટે રાહતના કાર્યો કર્યા છે.
મેગેઝીન પ્રમાણે તેઓ સફળતાની સાથે રિલાયન્સ ફાઉન્ડેશનનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે લોકડાઉન (lockdown) દરમિયાન સમાજના અલગ વર્ગો માટે રાહતના કાર્યો કર્યા છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસથી લોકોનું જીવન બચાવવા લાગેલા નીતા અંબાણીને ((Nita Ambani)) દુનિયાના પ્રમુખ સમાજિક કાર્યકરોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. અમેરિકાના (America) પ્રતિષ્ઠિત મેગેઝીન ટાઉન એન્ડ કન્ટ્રીની 2020 માટે રજૂ કરવામાં આવેલી યાદીમાં નીતા અંબાણી સામેલ થનારી ભારતની એક માત્ર સમાજ સેવિકા છે. મેગેઝીન પ્રમાણે તેઓ સફળતાની સાથે રિલાયન્સ ફાઉન્ડેશનનું (Reliance Foundation) નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે લોકડાઉન (lockdown) દરમિયાન સમાજના અલગ વર્ગો માટે રાહતના કાર્યો કર્યા છે. ગરીબોને ભોજન અને દેશની પહેલી કોવિડ-19 હોસ્પિટલ (covid-19 hospital) બનાવવા જેવી સમાજ સેવાઓ માટે યાદીમાં જગ્યા આપવામાં આવી છે.
નીતા અંબાણી સાથે આ હસ્તીઓ પણ છે સામેલ નીતા અંબામીની સાથે ટાઉન એન્ડ કન્ટ્રીની આ યાદીમાં ટીમ કુક, ઓપરા વિન્ફ્રે, લોરેન પાવલે જોબ્સ, લોડર ફેમિલી, ડી. વર્સાચે, માઈકલ બ્લૂમબર્ગ, લિયોનાર્ડો ડી કેપરિયો અને અનેક બીજી હસ્તીઓનો સમાવેશ થયો છે. મેગેઝીનમાં નીતા અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશન ઉપર પ્રતય્નો ઉપર પ્રકાશ પાડતા લખ્યું છે કે ફાઉન્ડેશનને લોકડાઉ દરમિયાન લાખો લોકોને ખાવાનું ખવડાવ્યું છે. ઇમર્જન્સી ફંડમાં 7.2 કરોડ ડોલરનું પણ દાન કર્યું છે. આ ઉપરાંત ભારતની પહેલી કોવિડ-19 હોસ્પિટલ બનાવવા માટે આર્થિક મદદ પણ કરી છે.
'સંકટ હર સમયે તત્કાલ ધ્યાન આપવાની માંગ કરે છે' નીતા અંબાણીએ યાદી રજૂ કરવાના અવરસ પર કહ્યું કે સંકટ હર સમયે તત્કાલ ધ્યાન આપવાની માંગ કરે છે. સંકટ દરમિયાન તત્કાલ રાહત, સંસાધન, સરલતા અને સૌથી મહત્વપૂર્ણ કરુણાની માંગ કરે છે. રિલાયન્સ ફાઉન્ડેશન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સંકટમાં તત્કાલ પગલાં ઉઠાવવા માટે પહેલાથી જ તૈયાર હતી. અમને ખુશી છે કે અમારી પહેલ અને પ્રયાસોને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર માન્યતા આપવામાં આવી રહી છે. સંકટના આ સમયમાં અમારી તરફથી કરવામાં આવેલા અમારી સરકાર અને સમાજની મદદ કરવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ઐતિહાસિક હાલતમાં હસ્તિઓએ બચાવ્યા લાખો લોકોના જીવ ટાઉન એન્ડ કન્ટ્રી મેગેઝીન દર વર્ષે પોતાના આઇખા એક ઈશ્યૂ દુનિયાભરમાં સામાજિક કાર્યકર્તાઓને સમર્પિત કરે છે. આમા એવા લોકોને સામેલ કરવામાં આવે છે. જેમણે પોતાના કામ, પ્રતિબદ્ધતા અને સરલતાથી દુનિયા ઉપર પોતાની છાપ છોડી હોય. મેગેઝીનમાં લખ્યું છે કે ઐતિહાસિક હાલાતમાં યાદીમાં સામેલ કરેલા લોકોને દુનિયાભરમાં લાખો લોકોનો જીવ બચાવ્યો છે. આ વર્ષે આ સૂચીમાં સામેલ હસ્તીઓએ સામાન્ય લોકોમાં ઉમ્મીદની કિરણ જગાવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર