વેલિંગ્ટન : ભારતીય ટીમ (Indian Team) ન્યૂઝીલેન્ડ (New Zealand)સામે વેલિંગ્ટન ટેસ્ટમાં (Wellington Test)માં પ્રથમ બેટિંગ માટે ઉતરી ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે તેના માટે પરિસ્થિતિ ઠીક રહેવાની નથી. ટેસ્ટમાં આવું જ બન્યું હતું. પ્રથમ ટેસ્ટમાં ભારતે પ્રથમ દિવસના અંતે 5 વિકેટ ગુમાવી 122 રન બનાવ્યા છે. વરસાદના કારણે 55 ઓવરની રમત જ શક્ય બની હતી. ટીમ ઇન્ડિયાના આ ધબડકાનું કારણ બન્યો હતો ન્યૂઝીલેન્ડનો 6 ફૂટ 8 ઇંચનો લાંબો ફાસ્ટ બોલર કાઇલ જેમીસન (Kyle Jamieson).જેમીસને ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે.
જેમીસને ટીમ ઇન્ડિયાની મજબૂત બેટિંગની કમર તોડી નાખી હતી. ટીમ ઇન્ડિયાની પાંચ વિકેટમાંથી ત્રણ વિકેટ જેમીસને ઝડપી હતી. તેણે વિરાટ કોહલી (Virat Kohli), ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) અને હનુમા વિહારી (Hanuma Vihari)ને આઉટ કર્યા હતા.
જેમીસન આ મેચમાં 12મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. તેણે ઓવરના ત્રીજા જ બોલે પૂજારાને 11 રને આઉટ કર્યો હતો. બીજી ઓવરમાં વિરાટ કોહલી (2) ને આઉટ કરી સનસનાટી મચાવી હતી. બીજા સ્પેલમાં તેણે હનુમા વિહારીને 7 રને આઉટ કર્યો હતો. જેમીસને આ પહેલા વન-ડેમાં પણ ભારત સામે ડેબ્યૂ કર્યું હતું. તેણે 2 વન-ડેમાં 3 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન પછી જેમીસનનો ટેસ્ટ શ્રેણીમાં ટીમમાં સમાવેશ કરાયો હતો.
મયંક અગ્રવાલે 34 રન અને અજિંક્ય રહાણેએ અણનમ 38 રન ફટકારી કાંઈક અંશે પ્રતિકાર કર્યો હતો. રિષભ પંત 10 રને રમતમાં છે. જેમીસને 3 વિકેટ, જ્યારે સાઉથી અને બોલ્ટે 1-1 વિકેટ ઝડપી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર