ન્યૂ જર્સી : અમેરિકા (United States)ના ન્યૂ જર્સી (New Jersey)માં મંગળવારે સ્ટોરની બહાર થયેલા ફાયરિંગ (New Jersey Shooting)માં એક પોલીસ અધિકારી સહિત 6 લોકોનાં મોત થવાના અહેવાલ છે. મળતી જાણકારી મુજબ, ન્યૂ જર્સી (New Jersey)માં લગભગ કલાક સુધી ચાલેલી ફાયરિંગમાં એક પોલીસ અધિકારીનો મોત થયું છે આ ઉપરાંત 5 અન્ય નાગરિકોના મોત થયા છે. ફાયરિંગમાં બે પોલીસ અધિકારી ઘાયલ થયા છે. અધિકારીઓ દ્વારા જણાવ્યા મુજબ, આ ઘટના સ્થાનિક સમય અનુસાર બપોરે 12:30 વાગ્યે બની હતી.
ન્યૂ જર્સીના મુખ્ય પોલીસ અધિકારી માઇકલ કેલીએ જાણકારી આપતાં જણાવ્યું કે પોલીસને જાણકારી મળી હતી કે કેટલાક લોક હથિયારની સાથે એક દુકાનમાં ઘૂસી ગયા છે. ત્યારબાદ ઘટનાસ્થળે પોલીસની ટીમ પહોંચી તો બદમાશોએ દુકાનની અંદરથી પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું. ફાયરિંગમાં એક પોલીસ અધિકારી સહિત 6 લોકોનાં મોત થયા છે.
Just received a briefing on the horrific shootout that took place in Jersey City, NJ. Our thoughts & prayers are w/ the victims & their families during this very difficult & tragic time. We will continue to monitor the situation as we assist local & state officials on the ground.
ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, 5 મૃતકો પૈકી 3 લોકો સ્ટોરમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકો છે. આ ઉપરાંત બે હુમલાખોરોના પણ તેમાં સમાવેશ થાય છે.
શહેરના પબ્લિક સેફ્ટી ડાયરેક્ટર જેમ્સ શીએ જણાવ્યું કે અધિકારીઓનું માનવું છે કે આ આતંકવાદી ઘટના નથી. પરંતુ તેની તપાસ કરવામાં આવી રહી છે.
બીજી તરફ, ફાયરિંગની ઘટના બાદ આસપાસની સ્કૂલોને બંધ કરી દેવામાં આવી છે. શૂટ આઉટ સમયે પોલીસે હડસન નદીની પાસે મુખ્ય રસ્તા પણ બંધ કરી દીધા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (President Donald Trump) તેની પર નજર રાખી રહ્યા છે.