Home /News /samachar /

LOC પર 300 જેટલા આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાના તાકમાં

LOC પર 300 જેટલા આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાના તાકમાં

નિયંત્રણ રેખાથી લગભગ થોડાક જ દૂર 250-300 આતંકીઓ હજી પણ ઘૂસણખોરીની તાકમાં બેઠા છે.જો કે અમે તેમના ઇરાદામાં તેમને સફળ નહીં થવા દઇએ.

નિયંત્રણ રેખાથી લગભગ થોડાક જ દૂર 250-300 આતંકીઓ હજી પણ ઘૂસણખોરીની તાકમાં બેઠા છે.જો કે અમે તેમના ઇરાદામાં તેમને સફળ નહીં થવા દઇએ.

    શ્રીનગર: ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં રવિવારે આતંકવાદીઓએ ઘૂસણખોરીને થતી રોકવામાં એક અધિકારી સમેત ત્રણ સૈન્યકર્મી અને એક બીએસએફના કોન્ટેબલ શહીદ થયા હતા.  જો કે સીમા સુરક્ષા બળ (BSF)એ સોમવારે કહ્યું કે જમ્મુ કાશ્મીર (Jammu Kasmir)માં નિયંત્રણ રેખા પર માછિલ સેક્ટરમાં તે સુનિશ્ચિત કરવા માટે હજી પણ અભિયાન ચાલી રાખ્યું છે જેથી ચકાસી શકાય કે આ ક્ષેત્રમાં કોઇ અન્ય આતંકવાદી (Terrorist) તો હાજર નથીને! સુરક્ષાબળોએ આ દરમિયાન ત્રણ આતંકવાદીઓને મારી નાંખ્યા હતા.

    બીએસએફના અતિરિક્ત મહાનિર્દેશક સુરિંદર પવારે કહ્યું કે હજી પણ અભિયાન ચાલુ છે. ક્ષેત્ર ખૂબ જ દુર્ગમ અને ઊંચા-નીચા વિસ્તારમાં આવેલું છે. અમે પોતાને સંપૂર્ણ પણે સંતુષ્ટ કરવા માંગીએ છીએ કે હવે અહીં કોઇ આતંકી જીવતો બચ્યો નથી. નિયંત્રણ રેખાથી લગભગ 250-300 આતંકીઓ હજી પણ ઘૂસણખોરીની તાકમાં બેઠા છે. અમારો ઘૂસણખોરી નિરોધક ગ્રિડ ખૂબ જ મજબૂત છે. અને તેમની ક્ષમતામાં સુધાર એક નિયમિત કવાયત છે.

    ત્યાંજ શ્રીનગરના બહારી વિસ્તારમાં બીએસએફ એસટીસી, હુમહામામાં કાંસ્ટેબલ સુદીર સરકારને શ્રદ્ઘાંજલિ અર્પિત કરવાના કાર્યક્રમમાં સંવાદાતાથી વાત કરતા પવારે કહ્યું કે આ ઘૂસણખોરીનો પ્રયાસ હતો. ન કે પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમનો હુમલો. તેમણે કહ્યું કે સુરક્ષાબળોને પહેલાજ આ આંતકવાદીઓ ઘૂસણખોરી કરવાના છે તેવી જાણકારી મળી ગઇ હતી. અને આ માટે અમે તેમને રોકવા તૈયાર હતા.

    વધુ વાંચો : બૉમ્બે હાઇકોર્ટથી અર્નબને મળ્યો મોટો ઝટકો, ના મળ્યા વચગાળાના જામીન

    પવારે કહ્યું કે અમે લગભગ 15 દિવસ પહેલા આ મામલે સૂચના મળી હતી કે આતંકવાદી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે ઘાત લગાવીને કાર્યવાહી કરતી અમારી એક ટીમ રાતના આ સમયે ચોકીદારી કરી રહી હતી. રવિવારે લગભગ 1 વાગે આ ટીમે કેટલીક સંદિગ્ધ ગતિવિધિને જોઇ. અને તેમણે આતંકવાદીઓને પડકાર ફેંક્યો.

    આતંકવાદીઓએ ગોળીબાર કરતા કાંસ્ટેબલ સરકાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તે વીરતાથી લડ્યા અને તેણે શહીદ થતા પહેલા એક આતંકવાદને ઠાર માર્યો. તેણે કહ્યું કે અન્ય બે આંતકવાદી ઘટનાસ્થળેથી ભાગ ગયા અને બીએસએફ તેમની આ સૂચના અન્ય ચોકી તથા સેનાને આપી. જેથી અમે આ ઘૂસણખોરી અટકાવી શક્યા. ઉલ્લેખનીય છે કે આ વર્ષે સેનાએ મોટા પ્રમાણમાં LOC પર ઘૂસણખોરીને થતી અટકાવી છે.
    First published:

    આગામી સમાચાર