અમદાવાદ : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે. તેમની સાથે યુએસ ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પણ અમદાવાદ આવી પહોંચ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પનો આ પ્રથમ ભારત પ્રવાસ છે. તેઓ બે દિવસના ભારતના પ્રવાસે આવી પહોંચ્યા છે. પીએમ મોદી તેમનું સ્વાગત માટે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા.
ટ્રમ્પ સાથે તેમના દીકરી ઇવાન્કા અને જમાઇ પણ ભારત આવી પહોંચ્યા છે. ટ્રમ્પ એર ફોર્સ વનમાંથી નીચે ઉતરીને પીએમ મોદીને ભેટી પડ્યા હતા. ટ્રમ્પના વિમાનના આગમન પહેલા જ પીએમ મોદી દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યા હતા.
ટ્રમ્પનું વિમાન એરપોર્ટ ખાતે લેન્ડ થતાની સાથે જ પીએમ મોદી પોતાની રેન્જરોવર કારમાં આવી પહોંચ્યા હતા.
ભારતમાં આગમન પહેલા ટ્રમ્પે હિન્દીમાં ટ્વિટ કરીને લખ્યું હતું કે, અમે ભારત આવવાન તત્પર છીએ. અમે રસ્તામાં છીએ, થોડાક જ કલાકોમાં સૌને મળીશું.
ટ્રમ્પ સાથે આવી પહોંચેલી અમેરિકન ડેલિગેશન.
ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરતા સીએમ વિજય રૂપાણી.
એરપોર્ટ ખાતે પીએમ મોદી.
અમદાવાદ ખાતે આવી પહોંચેલા ટ્રમ્પ.
રોડ શો દરમિયાન ટ્રમ્પની કાર.
એરપોર્ટ ખાતે ટ્રમ્પનું પરંપરાગત સ્વાગત.
પીએમ ટ્રમ્પને ભેટી પડેલા પીએમ મોદી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર