Home /News /samachar /#HappyBirthdayZivaDhoni : 5 વર્ષની થઇ જીવા, જુઓ ધોનીની લાડકીની ક્યૂટ તસવીરો

#HappyBirthdayZivaDhoni : 5 વર્ષની થઇ જીવા, જુઓ ધોનીની લાડકીની ક્યૂટ તસવીરો

જીવાને પણ પપ્પાના ક્રિકેટર મિત્રો સાથે મસ્તી કરવી ગમે છે.

જીવાને પણ પપ્પાના ક્રિકેટર મિત્રો સાથે મસ્તી કરવી ગમે છે.

    આજે ટ્વિટર (Twitter) પર એક હેશટેગ ટ્રોલ થઇ રહ્યો છે. અને આ હેશટેગ છે #HappyBirthdayZivaDhoni નો. ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રી જીવા આજે 5 વર્ષની થઇ. અને તેના આ 5 વર્ષના બર્થ ડે ઉજવણી અને આ માટે શુભેચ્છાઓ તેને દેશભરમાંથી મળી રહી છે.


    તે વાત તો બધા જ જાણે છે કે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સ દુનિયાભરમાં છે. અને જે લોકો ધોનીને એટલો પ્રેમ કરે છે તે લોકો ફેમિલી મેન મનાતા ધોની અને જીવાના ક્યૂટ સંબંધોને પણ ખૂબ જ પસંદ કરે છે.


    બીજી તરફ મહેન્દ્ર ધોનીએ પણ જીવા જ્યારે નાની હતી ત્યારથી તે ક્રિકેટમેચમાં પણ તેને લઇને જતા હતા. અને વધુમાં વધુ સમય બાપ દિકરીને એક સાથે વીતાવવા મળે તે માટે પ્રયાસ કરતા હતા


    તો જીવાને પણ પપ્પાને ક્રિકેટર મિત્રો સાથે મસ્તી કરવી, વીડિયો બનાવવા ફોટો પાડવા પહેલાથી ગમે છે. અને તેની આવી અનેક તસવીરો આજથી પહેલા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂકી છે.


    4 જુલાઇ 2010માં એમ એસ ધોનીએ દેહરાધૂનની રહેવાસી સાક્ષી રાવત સાથે લગ્ન કર્યા હતા. અને તે પછી જીવાનો જન્મ થયો. જીવાનો જન્મ 2015ના રોજ 6 ફ્રેબુઆરીના દિવસે થયો હતો.


    આ સમયે ધોની વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયામાં હતો. અને પોતાની જવાબદારીઓના કારણે તે ડિલિવરીના સમયે સાક્ષીની સાથે નહતા.


    જાણવા જેવી વાત એ છે કે જીવાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે. જેના 1.5 મિલિયન ફોલોવર્સ છે. અને આ એકાઉન્ટ તેની મા સાક્ષી સંભાળે છે. જેમાં તે જીવાની ક્યૂટ તસવીરો અને વીડિયો મૂકતી રહે છે.


    જીવા ભારતીય ટીમના હાલના કેપ્ટન વિરાટ જેવા અનેક ખેલાડીઓની ફેવરેટ છે. જીવાને હજી ક્રિકેટ અંગે ખાસ ખબર નથી પણ તે પપ્પાની ક્રિકેટ મેચમાં ખાસ હાજર રહે છે અને પપ્પાને ચીયર કરવાનો કોઇ મોકો નથી છોડતી. આ જ કારણ છે કે ધોનીના અનેક ફેન્સની પણ તે લાડકી છે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन