નવી દિલ્હી : ગત વર્ષે યોજાયેલા વર્લ્ડ કપ પછી ભારતીય વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોની (MS Dhoni)ક્રિકેટના મેદાનથી દૂર છે. ધોની હાલ પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરી રહ્યો છે. આઈપીએલ દ્વારા તે મેદાનમાં વાપસી કરવાનો હતો પણ કોરોનાના કારણે ક્રિકેટ બંધ છે. ધોની લોકડાઉનના (Lockdown)કારણે રાંચીમાં પોતાના સુંદર ફાર્મ હાઉસ પર પુત્રી અને પત્ની સાથે ક્વોલિટી સમય પસાર કરી રહ્યો છે. આ દરમિયાન ધોની પુત્રી ઝીવા સાથે મસ્તી કરતો જોવા મળે છે. ધોનીની પત્ની સાક્ષીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં ધોની પુત્રીને બાઇક પર ફાર્મ હાઉસમાં રાઇડ કરાવે છે.
આ પહેલા પણ સાક્ષી ધોનીએ આવી જ એક બાઇક રાઇડિંગ ઇંસ્ટાગ્રામ પર લાઇવ કરી હતી. જ્યાં ધોની પુત્રી સાથે ફાર્મ હાઉસમાં બાઇક રાઇડિંગની મજા લઈ રહ્યો છે. એ વાત બધા જાણે છે કે ધોનીની જેટલો ક્રિકેટ સાથે પ્રેમ છે તેટલો જ પ્રેમ બાઇક સાથે પણ છે. ધોનીએ પોતાના ઘરમાં એકથી ચડીને એક બાઇક્સને શો રુમની જેમ સજાવીને રાખ્યા છે. રાંચીના રસ્તા પર તે હંમેશા રાઇડ કરતો જોવા મળે છે. જોકે હાલ લોકડાઉનના કારણે તે ઘરની અંદર જ રાઇડની મજા લઈ રહ્યો છે.
ઘણા ક્રિકેટર્સ લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ થયા છે. બીજી તરફ ધોની સોશિયલ મીડિયાથી ઘણો દૂર છે. ધોનીની અપડેટ સોશિયલ મીડિયા પર પત્ની સાક્ષી આપી રહી છે. લોડકાઉન દરમિયાન પત્ની સાક્ષી સમય-સમયે ધોનીના સમાચાર તેના પ્રશંસકો સુધી પહોંચાડે છે. થોડા સમય પહેલા સાક્ષીએ ધોનીનો બેડ પર ઉંઘી રહેલા ધોનીનો ફોટો શેર કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર