ભાવિક આચાર્ય, અમદાવાદઃ નવરાત્રીનો તહેવાર શરૂ થતાં જ યુવતીઓ સજીધજીને ગરબા રમવા જતી હોય છે, પણ તે સમયોમાં જ છેડતીના બનાવો પણ વધતા હોય છે. જેને લઇને શહેર પોલીસે સી-સ્ક્વોડની રચના કરી હતી. દરેક પોલીસસ્ટેશનમાં એક મહિલા પીએસાઇની આગેવાનીમાં આ ટીમ કાર્યરત હતી. ત્યારે નવરાત્રિના આઠ દિવસોમાં પોલીસે 67થી વધુ રોમિયોની ધરપકડ કરી હતી. (બધા જ ફોટો પ્રતિકાત્મક)
તહેવાર એ ગુજરાતની ઓળખ ગણવામાં આવે છે અને તે દરમિયાન બહેન દિકરીઓની સાથે કોઈ અનઈન્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ખાસ સી-ટીમ બનાવવામા આવી છે. સમગ્ર શહેરની શી ટીમ માટે ઝોન 1 ડીસીપી પ્રવિણકુમાર મલને નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે. જેમની આગેવાનીમાં આ શી ટીમ કાર્યરત છે. ત્યારે નવરાત્રીના 8 દિવસ દરમિયાન 67થી વધુ રોમિયોની અટકાયત કરવામાં આવી હતી હોવાની વિગતો સામે આવી છે.
અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાંથી આટલા બધા રોમિયો પકડાતા હવે ખરેખર મહિલાઓ કે યુવતીઓ રાત્રે 12 વાગ્યા બાદ એકલી અમદાવાદમાં ફરી શકે છે ખરી? એક પ્રશ્ન છે. એક બાજુ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ સુરક્ષિત છે અને રાતે 2 વાગે પણ એકલા શહેરમાં હરી ફરી શકે તેવી ગુલબાંગો પોકારવામાં આવે છે પણ બીજીબાજુ આઠ જ દિવસમાં આટલા બધા રોમિયો પોલીસે પકડ્યા તે સારી બાબત છે પણ ખરેખર શહેરમાં મહિલાઓને છેડનારા આટલા બધા રોમિયો પકડાતા જ મહિલાઓ કેટલી સુરક્ષિત છે તે સવાલો થઇ રહ્યા છે.
Published by:Pankaj Jain
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર