Home /News /samachar /

સુરત : મજૂરોએ ઉગાડ્યા હતા ગાંજાના ઝાડ, ભાંડો ફૂટતા માલિક પણ ચોંકી ગયા, પોલીસને જાણ કરી

સુરત : મજૂરોએ ઉગાડ્યા હતા ગાંજાના ઝાડ, ભાંડો ફૂટતા માલિક પણ ચોંકી ગયા, પોલીસને જાણ કરી

લુમ્સના કમ્પાઉન્ડમાં ભેદી ઝાડ ઉગી નીકળ્યા હતા જે મામલે જાણ થતા મચી ગયો ખળભળાટ, જાણો ચોંકાવનારો કિસ્સો

લુમ્સના કમ્પાઉન્ડમાં ભેદી ઝાડ ઉગી નીકળ્યા હતા જે મામલે જાણ થતા મચી ગયો ખળભળાટ, જાણો ચોંકાવનારો કિસ્સો

  સુરતના ભટાર રોડ ઉપર આવેલ રવીતેજ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં ઠેર-ઠેર ગાંજાના ઝાડ રોપી રીતસરની ખેતી  કરવામાં આવી રહી હોઈ તેવું જણાઈ આવ્યું હતું.. આ મુદ્દો હવે પોલીસ તપાસનો વિષય બનીને રહી  ગયો છે. ન્યૂઝ 18 ગુજરાતી ટીમે સમગ્ર હકીકત જાણવાનો પ્રયત્ન કર્યો હતો અને ગાંજાના ઝાડ કોને રોપ્યા છે. અને કોણ આ નશીલા પદાર્થનું સેવન કરી રહ્યું છે  તે પણ જાણવાનો પ્રયત્ન કર્યો હતો અને યુવા ધનને ખોખરું કરતા આ નાશ રૂપી જાહેર ગાંજાને લઇને અનેક સવાલો પણ ઉઠાવ્યા હતા .

  હાલમાં જ સુરત શહેરમાં 1 કરોડથી પણ વધુનું એમ.ડી.ડ્રગ્સ ડુમસથી પકડ્યું હતું. શહેરમાં આટ્લો મોટો ડ્રગ્સનો કંસાઈમેન્ટ પકડતા અનેક સવાલો થાય છે કે સુરતમાં કઈ હદ સુધી નશાનો કારોબાર ચાલતો હોવો જોઈએ. ડ્રગ્સના સીધા તારો મુંબઈ સુધી જોંડાયા હોવાના ચોંકાવનારા ખુલાસા પણ થયા હતા એવામાં  ભટાર રોડ ઉપર રવીતેજ ઇન્ડસ્ટ્રીયલ વિશસ્તારમાં પણ જગ્યા-જગ્યાએ ગાંજાના ઝાડ મળી આવતા ન્યૂઝ18 ટીમે સમગ્ર હકીકત જાણવા માટે અહીંની ખાસ મુલાકાત લીધી હતી.

  આ પણ વાંચો :  સુરત : MD ડ્રગ્સ કેસમાં ઝડપાયેલ આદિલના સંપર્કમાં હતા 40થી વધુ નબીરા, 20ની થઈ પૂછપરછ

  જેમાં કેટલાક તથ્યો બહાર આવ્યા હતા.જોકે માદક પીણું એવો ગાંજો કોણ ઉગાડી રહ્યું છે તેની જાણકારીતો અહીં વેપાર કરતા વેપારીઓ ને ન હતી પણ તેમને પણ હકીકત જાણીને આશ્ચર્ય થયું હતું.તેઓ પણ જાણે ગાંજાના ઝાડ જોઈ ને ચોકી ઉઠ્યા હોઈ તેવું કહી રહ્યા હતા.જોકે આખી હકીકત જાણ્યા બાદ એવું જરૂરથી કહી શકાય નશા માટે ઉપયોગમાં લેવામાં આવેલ આ ગાંજાનો વપરાશ ચોકક્સ રીતે થઈ રહ્યો હોઈ તેમાં કોઈ જ બે મત નથી.જો સ્થાનિક પોલીસ ગાંજાના ઝાડ ની જળ સુધી પહોંચવાના પ્રયાસો કરશે તો વધુ હકીકત બહાર આવી શકે તેમ છે.

  રવીતેજ ઇન્ડસ્ટ્રીમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલ પંકજ લાહોટી જણાવ્યુ હતું કે તેઓ ઘણા વખત થી અહીં ઓફિસ ધરાવે છે, અને આવું કૃત્ય કઓન કરી રહ્યું છે તે તો તેઓ નથી જાણતા પણ ગાંજા જેવા નશીલા પદાર્થના ઝાડ કોણ રોપી ગયું અને કોણ નશા માટે તેનો ઉપયોગ કરે છે. તે કહેવું તેમના માટે મુશ્કેલ છે. હાલ તો યુવાઓને નશાની રાહ છોડી દઈ સીધા રસ્તે જવા માટે તેમને અપીલ પણ કરી હતી. જોકે જ્યાં ગાંજાના ઝાડ ઉગાડવામાં આવ્યા હતા તે જગ્યા અન્ય પ્લોટ ધારકની હોવાની પણ માહિતી તેમને આપી હતી.

  આ પણ વાંચો :   સુરત : હનીમૂન માટે ગયેલો પતિ બોલ્યો, 'મારે તો સાધુ થવું હતું, માતાની ઇચ્છાના લીધે લગ્ન કર્યા'

  અહીં ખુલ્લા પ્લોટમાં ગાંજો કોણ રોપી ગયું છે. તેનાથી રવીતેજ ઇન્ડસ્ટ્રીના વેપારીઓ અજાણ છે વધુમાં બીજા વેપારીઓ જણાવે છે કે તેઓ આ ખુલ્લા પ્લોટનો ઉપયોગ તેમના વાહનો પાર્ક કરવા અને લઘુશંકા કરવા માટે કરે છે હવે જયારે ગાંજો ઉગ્યો જ છે તો પોલીસ અહીં આવી ને તપાસ કરે અને હકીકત બહાર લાવે.જોકે વેપારી વર્ગના લોકો આવા નશીલા પદાર્થનો ઉપયોગ શા માટે કરે તેવું પણ તેમનું કહેવું હતું.
  First published:

  આગામી સમાચાર