Home /News /samachar /

અમદાવાદ : ટેસ્ટ ડ્રાઈવના બહાને શખ્સ લાખોની બાઈક લઈને ફરાર, ચોરીનું બાઇક મૂકતો ગયો

અમદાવાદ : ટેસ્ટ ડ્રાઈવના બહાને શખ્સ લાખોની બાઈક લઈને ફરાર, ચોરીનું બાઇક મૂકતો ગયો

આરોપી બાઇક લઈને ગયા બાદ પરત ન આવતા મેનેજરને શંકા પડી, વ્યક્તિએ આપેલા મોબાઇલ નંબર પર ફોન કરતા મોબાઇલ સ્વિચ ઓફ આવતો હતો.

આરોપી બાઇક લઈને ગયા બાદ પરત ન આવતા મેનેજરને શંકા પડી, વ્યક્તિએ આપેલા મોબાઇલ નંબર પર ફોન કરતા મોબાઇલ સ્વિચ ઓફ આવતો હતો.

    અમદાવાદ : શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક શખ્સે ટેસ્ટ ડ્રાઈવ લેવાના બહાને લાખોની કિંમતની બાઈક લઈને ફરાર થઈ ગયો છ. આ મામલે બ્રાંચ મેનેજરે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. આટલું ઓછું હોય તેમ આરોપી બાઇક લઈ જવાની સાથે સાથે ચોરીનું એક બાઇક શોરૂમ પાસે મૂકી ગયો હતો.

    આ મામલે ઇશ્વરભાઈ પરમાર નામના વ્યક્તિએ ફરિયાદ આપી છે કે, ગત 20 નવેમ્બરના રોજ એક શખ્સ આવ્યો હતો અને બાઈક (યામાહા આર.15 વી 3 મોડલ)ની ટેસ્ટ ડ્રાઈવની માંગણી કરી હતી. જે બાદ ફરિયાદીએ બીજા દિવસે ટેસ્ટ ડ્રાઈવ માટે આવવા કહ્યું હતું. 21મી નવેમ્બરના રોજ આરોપીનો ફોન આવ્યો અને તેને ટેસ્ટ ડ્રાઈવ માટેની વાત કરી હતી.

    જે બાદ ફરિયાદીએ વ્યક્તિને બોલાવીને ટેસ્ટ ડ્રાઈવ આપી હતી. જોકે, ટેસ્ટ ડ્રાઇવ બાદ શખ્સ પરત આવ્યો ન હતો. જે બાદ ફરિયાદીએ તેના ફોન નંબર પર ફોન કરતા આ નંબર બંધ આવ્યો હતો. આ મામલે તેમણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ બાદ પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધીને 1,41,880ની કિંમતની બાઈકની તપાસ શરૂ કરી છે.

    આ પણ વાંચો :  BRTS અકસ્માતમાં FSLનો ખુલાસો : બસ ચાલકે તરત બ્રેક મારી જ ન હતી

    ચોરેલું બાઇક મૂકી ગયો

    વ્યક્તિ ટેસ્ટ ડ્રાઇવ માટે એક બાઇક લઈને આવ્યો હતો. આરોપી જે બાઈક લઈને આવ્યો હતો તેની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બાઇકનો નંબર ખોટો છે. તપાસ કરતા જાણવા મળ્યું કે આ બાઇક ચોરીનું છે. પોલીસે આ મામલે વધુ તપાસ કરતા જાણવા મળ્યુ છે કે, આરોપી જે બાઇક મૂકી ગયો છે તે 20 દિવસ પહેલા જુહાપુરામાંથી ચોરી થયું હતું. હાલ પોલીસે આ મામલે આઈપીસીની કલમ 406, 420 મુજબની ફરિયાદ લઈ આરોપીની શોધખોળ શરૂ કરી છે.
    First published:

    આગામી સમાચાર