Home /News /samachar /વૃક્ષ બનીને દુનિયા સામે આવ્યો 40 વર્ષ પહેલા માર્યો ગયેલો વ્યક્તિ, આશ્ચર્ય પમાડે તેવી કહાની

વૃક્ષ બનીને દુનિયા સામે આવ્યો 40 વર્ષ પહેલા માર્યો ગયેલો વ્યક્તિ, આશ્ચર્ય પમાડે તેવી કહાની

સાઇપ્રસમાં એક અજીબ બનાવ સામે આવ્યો છે, અહીં 40 વર્ષ પહેલા એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. બાદમાં તે વૃક્ષ બનીને દુનિયા સામે આવ્યો હતો.

સાઇપ્રસમાં એક અજીબ બનાવ સામે આવ્યો છે, અહીં 40 વર્ષ પહેલા એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. બાદમાં તે વૃક્ષ બનીને દુનિયા સામે આવ્યો હતો.

    સાઇપ્રસ: આ દુનિયાની દરેક વસ્તુ એક દિવસ નાશ પામશે. પછી તે નિર્જિવ વસ્તુ હોય કે પછી કોઈ મનુષ્ય. એવું કહેવામાં આવી છે કે મૃત્યુ બાદ મનુષ્યનો બીજો જન્મ થાય છે. કહેવામાં આવે છે કે મોત બાદ મનુષ્યનો કોઈને કોઈ રૂપમાં ફરીથી જન્મ થાય છે. આવો જ એક કેસ સાઇપ્રસ (Cyprus)માં જોવા મળ્યો છે. અહીં 40 વર્ષ પહેલા મોતને ભેટેલો એક વ્યક્તિ વૃક્ષ બનીને આ દુનિયા સામે આવ્યો છે. ધ મિરરના રિપોર્ટ પ્રમાણે આ વ્યક્તિની 40 વર્ષ પહેલા હત્યા (Murder) કરવામાં આવી હતી. જે હવે વૃક્ષ (Tree) બનીને ફરીથી દુનિયા સામે આવી ગયો છે. આ સમાચાર તમને માનવામાં નહીં આવતા હોય પરંતુ આ હકીકત છે. આગળ વાંચો આખો કિસ્સો:

    સમાચાર પ્રમાણે 1974ના વર્ષમાં અહમેટ હર્ગ્યૂનર (Ahmet Hergune) નામનો વ્યક્તિ ગ્રીક અને તૂર્કી વચ્ચે સંઘર્ષમાં માર્યો ગયો હતો. અનેક વર્ષો સુધી તેની શરીર મળ્યું ન હતું. પંરતુ જ્યાં તેનું મોત થયું હતું ત્યારે એક વૃક્ષ ઉગી ગયું છે. હવે આ કેસમાં થોડી ખણખોદ કરવામાં આવી તો તેના મોત અંગેની તમામ હકીકત સામે આવી ગઈ છે.

    આ પણ વાંચો: ખેડા: નડિયાદ સિવિલ હૉસ્પિટલના સર્જન હનીટ્રેપમાં ફસાયા, દર્દીની પત્નીએ જ આવી રીતે ફસાવ્યા

    પ્રાપ્ત વિગત પ્રમાણે સાઇપ્રસમાં અહમેટ હર્ગ્યૂનર નામના એક વ્યક્તિને સંઘર્ષ દરમિયાન એક ગુફાની અંદર ડાયનામાઇટથી ઉડાવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન ગુફામાં એક છિદ્ર થઈ ગયું હતું. છિદ્રને કારણે સૂર્યનો પ્રકાશ ગુફાની અંદર પહોંચવા લાગ્યો હતો. જે બાદમાં હર્ગ્યૂનરના પેટના પડેલું અંજીરનું બીજ ઉગી નીકળ્યું હતું. જોત જોતામાં તે અંજીરની મોટું વૃક્ષ બની ગયું હતું. આ વૃક્ષ પર વર્ષ 2011માં એક સંશોધકની નજર પડી હતી. આ સંશોધકને વિચાર આવ્યો હતો કે ગુફાની અંદર વૃક્ષ કેવી રીતે ઉગી શકે? બીજું કે આ વિસ્તારમાં અંજીરના વૃક્ષ જોવા મળતા ન હતા. જે બાદમાં તેણે આ વાત પર સંશોધન કર્યું હતું. જે બાદમાં માલુમ પડ્યું કે અહીં એક વ્યક્તિની લાશ દબાયેલી છે. પોલીસે જ્યારે વૃક્ષની આસપાસ ખોદકામ કર્યું તો ત્રણ ડેડબોડીના અવશેષ મળી આવ્યા હતા.

    કહેવામાં આવી રહ્યું છે કે મોત પહેલા હર્ગ્યૂનરે અંજીર ખાધું હશે. હર્ગ્યૂનરની બહેને કહ્યું કે, "અમે જ્યાં રહેતા હતા ત્યાં આશરે ચાર હજાર લોકો હતા. જેમાં અડધી વસ્તી ગ્રીકોની અને અડધી તુર્કીઓની હતી. 1974માં તણાવ શરૂ થયો હતો. મારો ભાઈ તુર્કીશ રેસિસ્ટન્ટ ઑર્ગેનાઇઝેશનમાં સામેલ હતો. 10 જૂનના રોજ ગ્રીકો મારા ભાઈની ઉપાડી ગયા હતા."

    આ પણ જુઓ-
    " isDesktop="true" id="1038433" >

    મુનૂરે કહ્યું કે, અમે મારા ભાઈની ખૂબ શોધખોળ કરી હતી પરંતુ તે મળ્યો ન હતો. મુનૂરે કહ્યું કે, "અમારા બ્લડ સેમ્પલ અને લાશના ડીએનએ મેચ થયા હતા. જે બાદમાં અમને માલુમ પડ્યું કે તેમનો અંતિમ સમય ક્યાં વ્યતિત થયો હતો. અંજીરના વૃક્ષને કારણે અમને અમારા ભાઈ વિશે માહિતી મળી હતી."
    First published:

    विज्ञापन