નવી દિલ્હી : મહારાષ્ટ્રનું રાજકીય સંકટ (Maharashtra Political Crisis) હજુ ખતમ નથી થયું. સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં શિવસેના (Shiv Sena), કૉંગ્રેસ (Congress) અને એનસીપી (NCP)ની અરજી પર સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટ હવે મહારાષ્ટ્રના સંકટ પર મંગળવાર સવારે 10:30 વાગ્યે ચુકાદો આપશે. સોમવારે લગભગ બે કલાક સુધી મામલા પર કોર્ટમાં રજૂઆતો થઈ. કૉંગ્રેસ-એનસીપી-શિવસેના તરફથી વહેલી તકે ફ્લોર ટેસ્ટ (Maharashtra Floor Test) કરાવવાની માંગ કરવામાં આવી, જ્યારે ફડણવીસ (Devendra Fadanvis) અને અજિત પવાર (Ajit Pawar) તરફથી વધુ સમય માંગવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટ સુનાવણી Updates:
- સુપ્રીમ કોર્ટ હવે મંગળવાર સવારે 10:30 વાગ્યે પોતાનો ચુકાદો સંભળાવી શકે છે.
- મહારાષ્ટ્ર સંકટ પર તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટ ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. હવે કાલે સવારે 10:30 વાગ્યે ચુકાદો આપવામાં આવશે.
- મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યુ કે, રાજયપાલે ફ્લોર ટેસ્ટ માટે 14 દિવસનો સમય આપ્યો છે. તેઓએ કહ્યુ કે, પ્રોટેમ સ્પીકર બાદ સ્પીકરની ચૂંટણી જરૂરી છે. પરંતુ વિપક્ષ પ્રોટેમ સ્પીકરથી જ કામ કરાવવા માંગે છે.
- અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ કે, અમે આજે જ ફ્લોર ટેસ્ટ હારવા માટે તૈયાર છીએ, પરંતુ બીજેપી ગઠબંધન ફ્લોર ટેસ્ટ હાલ નથી ઈચ્છતું.
- એનસીપી અને કૉંગ્રેસનો પક્ષ રજૂ કરી રહેલા અભિષંક મનુ સિંઘવીએ કહ્યુ કે, ફ્લોર ટેસ્ટ આજે કે કાલે કરાવી દેવો જોઈએ. સાથોસાથ ફ્લોર ટેસ્ટ સિક્રેટ બેલેટથી ન કરાવવો જોઈએ. બીજેપી ફ્લોર ટેસ્ટ હારી જ જશે.
- સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોના સમર્થનના સોગંદનામા રેકોર્ડમાં લેવાનો ઇન્કાર કરી દીધો છે.
- શિવસેનાનો પક્ષ રજૂ કરતાં કપિલ સિબ્બલે કહ્યુ કે, દેશમાં એવું શું રાષ્ટ્રીય ઇમરજન્સી આવી ગઈ હતી કે સવારે 5 વાગ્યે રાષ્ટ્રપતિ શાસન હટાવ્યું અને 8 વાગ્યે મુખ્યમંત્રીના શપથ પણ લેવડાવી દીધા. મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર રીતે સરકાર બનાવવામાં આવી છે.
- બીજી તરફ, એનસીપી અને કૉંગ્રેસ તરફથી પક્ષ રજૂ કરી રહેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ કે, મહારાષ્ટ્રમાં લોકતંત્રની હત્યા થઈ છે. અમારી માંગ છે કે 24 કલાકની અંદર ફ્લોર ટેસ્ટ કરાવવામાં આવે. અમારી પાસે 7 અપક્ષ ધારાસભ્યોના સમર્થનની પણ એફિડેવિટ છે.
Singhvi-What BJP alliance has shown to Court are signatures of 54 NCP MLAs electing Ajit Pawar as legislative party leader.They weren't signed support for joining BJP alliance to form govt.NCP support to Ajit Pawar was w/o any covering letter. How can Guv turn a blind eye to this https://t.co/jY2W2nInKa
- સિબ્બલે કહ્યુ કે, વરિષ્ઠ જજોની દેખરેખમાં ફ્લોર ટેસ્ટ કરાવવામાં આવે. તેની વીડિયોગ્રાફી પણ કરાવવામાં આવે.
- સિબ્બલે કહ્યુ કે, અમારી પાસે 154 ધારાસભ્યોના સમર્થનની એફિડેવીટ છે. તેમની પાસે બહુમત છે તો ફ્લોર ટેસ્ટથી કેમ ભાગી રહ્યા છે?
- સુપ્રીમ કોર્ટમાં શિવસેનાનો પક્ષ રજૂ કરતાં કપિલ સિબ્બલે હૉર્સ ટ્રેડિંગ પર જવાબ આપતાં કહ્યુ કે, તબેલાથી માત્ર ઘોડેસવાર ભાગ્યો છે, ઘોડા ત્યાં જ છે.
- અજિત પવારને પક્ષ રજૂ કરી રહેલા વકીલ મનિંદર સિંહે કહ્યુ કે, ધારાસભ્ય અમારી સાથે છે. જેવી રીતે હોય મામલાનો ઉકેલ શોધો. ધારાસભ્ય જાતે ઉકેલ શોધે કે સુપ્રીમ કોર્ટ નક્કી કરે. જો બાદમાં કોઈ સ્થિતિ ઊભી થઈ તો તેને રાજ્યપાલ જોશે. આ તેમના વિવેકાધિકાર ઉપર છોડવામાં આવે. કોર્ટને તેમાં દખલ ન કરવી જોઈએ.
- સુપ્રીમ કોર્ટમાં અજિત પવારનો પક્ષ રજૂ કરી રહેલા તેમના વકીલ મનિંદર સિંહની દલીલ પર કોર્ટમાં હાસ્યનું મોજું ફેલાઈ ગયું. મૂળે, મનિંદર સિંહે કોર્ટમાં કહ્યુ કે, અજિત પવાર જ અસલી એનસીપી છે. ધારાસભ્યોની ચિઠ્ઠી એકદમ સાચી છે.
- તુષાર મહેતાએ કહ્યુ કે, ફ્લોર ટેસ્ટ ક્યારે થશે તેનો નિર્ણય રાજ્યપાલે લેવાનો છે. સૌથી પહેલા પ્રોટેમ સ્પીકર ચૂંટવામાં આવશે, પછી ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા શરૂ થશે. ફ્લોર ટેસ્ટ ક્યારે થશે તે કોર્ટે નક્કી ન કરવું જોઈએ.
- સુનાવણી કરનારા બેન્ચમાં સામેલ જસ્ટિસ ખન્નાએ પૂછ્યું કે, શું આજે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પાસે બહુમત છે? તેની પર મુકલ રોહતગીએ કહ્યુ કે, ફ્લોર ટેસ્ટની તારખી પર કંઈ કહી ન શકાય.
- ફડણવીસનો પક્ષ રજૂ કરતાં બીજેપીના વકીલ મુકલ રોહતગીએ કહ્યું કે, એક પવાર (શરદ પવાર) તેમની પાસે, એક પવાર (અજિત પવાર) અમારી પાસે છે. તે લોકો હૉર્સ ટ્રેડિંગ કરી રહ્યા છે અને અમારી પર આરોપ લગાવી રહ્યા છે.
- બીજેપીએ કોર્ટમાં એનસીપીના સમર્થનનો દાવો કર્યો. દેવેન્દ્ર ફડણવીસનો પક્ષ રજૂ કરતાં મુકલ રોહતગીએ કહ્યુ કે, ફ્લોર ટેસ્ટની તારીખ વિશે હજુ પણ કંઈ કહી ન શકાય.
- સુનાવણી દરમિયાન જસ્ટિસ રમન્નાએ કહ્યુ કે, મહારાષ્ટ્ર પર અંતિમ નિર્ણય તો ફ્લોર ટેસ્ટમાં જ થશે.
- રાજ્યપાલ તરફથી રજૂ થયેલા તુષાર મહેતાએ કહ્યુ કે, અજિત પવારે જે ચિઠ્ઠી રાજ્યપાલને દર્શાવી હતી તેમાં 54 ધારાસભ્યોના હસ્તાક્ષર હતા. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે અજિત પવારને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે અને સરકાર રચવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
- સૉલિસિટર જનરલે જણાવ્યું કે, અજિત પવારે જે ચિઠ્ઠી રાજ્યપાલને દર્શાવી હતી તેમાં એનસીપીના તમામ 54 ધારાસભ્યોના હસ્તાક્ષર હતા.
- સૉલિસિટર જનરલે જણાવ્યું કે, વિપક્ષ તરફથી અત્યાર સુધી સરકાર રચવાનો દાવો રજૂ નથી કરવામાં આવ્યો, અમારી પાસે રાજ્યપાલના આદેશની નકલ છે. તુષાર મહેતાએ રાજ્યપાલના સચિવની ચિઠ્ઠી કોર્ટને સોંપી જેમાં ધારાસભ્યોના હસ્તાક્ષર છે.
NCP-INC-Shiv Sena petition in SC: Solicitor General Tushar Mehta to SC - Shiv Sena has 56, NCP 54, INC 44 seats. There was talk about horse trading but Guv possibly felt that entire stable is stolen. I'm seeking time to file reply as there are questions which need to be discussed https://t.co/5Fqf0pAi43
- સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને રાજ્યપાલ કોશ્યારીની ચિઠ્ઠી સોંપી દીધી છે. તુષાર મહેતાએ ત્રણ જજોની બેન્ચને જણાવ્યું કે, બહુમતની સંખ્યા મળ્યા બાદ જ રાજ્યપાલને રાષ્ટ્રપતિ શાસન હટાવ્યું. રાજ્યપાલની ચિઠ્ઠી મરાઠી ભાષામાં છે.
- સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થાય તે પહેલાં બીજેપીનો પક્ષ રાખવા માટે મુકુલ રોહતગીએ કહ્યુ છે કે, આજે રાજ્યપાલનું નિવેદન રજૂ કરવામાં આવશે. દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવારની પાસે જે ધારાસભ્યોના સમર્થન પત્ર હતા તે મેં જોયા છે, રાજ્યપાલ તરફથી સરકાર રચવાનું જે આમંત્રણ આપવામાં આવ્યું તે યોગ્ય છે.
સુપ્રીમ કોર્ટે આ દસ્તાવેજો માંગ્યા હતા
- રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ શાસનને હટાવવાની ભલામણ કરવાનો પત્ર
- સરકાર રચવાનો દાવો કરવા માટે ધારાસભ્યોના સમર્થનની ચિઠ્ઠી દેવેન્દ્ર ફડણવીસ પાસે માંગવામાં આવી છે
- રાજ્યપાલને સરકાર રચવાની રજૂઆત કરનારી દેવેન્દ્ર ફડણવીસની ચિઠ્ઠી પણ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે
- સુપ્રીમ કોર્ટને આ દસ્તાવેજ કેન્દ્ર સરકાર પૂરા પાડશે. તેની તપાસ બાદ જ સુપ્રીમ કોર્ટ આ મામલામાં પોતાનો ચુકાદો સંભળાવશે. સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચ હવે સોમવારે સવારે 10:30 વાગ્યે મામલાની સુનાવણી કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર