મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર બનાવવા ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે મહારાષ્ટ્ર બીજેપીના પ્રમુખ ચંદ્રકાંત પાટિલે રવિવારે સાંજે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક પછી પાટિલે (Chandrakant Patil) કહ્યું હતું કે અમે રાજ્યપાલને એ વાતની જાણકારી આપી છે કે અમે રાજ્યમાં એકલા સરકાર બનાવી શકીશું નહીં. શિવસેના સાથે ગઠબંધનના જનાદેશ છતા અમે સરકાર બનાવીશું નહીં. શિવસેના જનાદેશનું અપમાન કરવા માંગે છે. પાટિલે કહ્યું હતું કે શિવસેના ઇચ્છે તો કૉંગ્રેસ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી શકે છે. તેમની સાથે અમારી દુઆઓ છે.
મહારાષ્ટ્રમાં બીજેપીએ સરકાર બનાવવાની ના પાડ્યા પછી મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કાશિયારીએ શિવસેનાને સરકાર બનાવવા વિશે આમંત્રણ આપ્યું છે. રાજ્યની બીજી સૌથી મોટી પાર્ટી રહેલી શિવસેનાના વિધાયક દળના નેતા એકનાથ શિંદેને સરકાર બનાવવાની ઇચ્છા વિશે પુછ્યું છે.
આ પહેલા કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાજુર્ન ખડગેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રની જનતાએ અમને વિપક્ષમાં બેસવાનો જનાદેશ આપ્યો છે અને અને તેનો સ્વિકાર કરીએ છીએ. પણ આ પછી પાર્ટી હાઇ કમાન શું નિર્ણય લેશે, ક્યારે બોલશે, કેવું બોલશે તે તેમની ઉપર છોડવામાં આવેલ છે.
Maharashtra BJP President, Chandrakant Patil after meeting Governor Bhagat Singh Koshyari: We will not form government in the state. pic.twitter.com/Bg3zrAwZzU
આ દરમિયાન કૉંગ્રેસ નેતા સંજય નિરુપમે કહ્યું હતું કે રાજ્યમાં કૉંગ્રેસ-એનસીપીની સરકાર હાલ ફક્ત સપનામાં છે. જો આપણે આ સપનાને હકીકતમાં બદલવા માંગીએ છીએ તો શિવસેનાના સમર્થન વગર સંભવ બનશે નહીં અને જો આપણે શિવસેનાનું સમર્થન લેશું તો આ કૉંગ્રેસ માટે ઘાતક બનશે.
બીજી તરફ મુંબઇ સ્થિત માતોશ્રી નિવાસની બહાર એક પોસ્ટર લગાવી દીધું છે. આ પોસ્ટરમાં લખ્યું છે, 'મહારાષ્ટ્રને સીએમ તરીકે ઉદ્ધવ ઠાકરેની જરૂર છે.'
એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે, જો મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના સરકાર બનાવે છે તો અમે વિપક્ષમાં બેસીશું. તેમણે કહ્યું કે, જો આ બંન્ને દળ મળીને સરકાર નહીં બનાવે તો અમે કોંગ્રેસની સાથે મળીને મહારાષ્ટ્રની રાજનૈતિક સ્થિતિ પર વિચાર કરશે. મલિકે કહ્યું કે, આ અંગે અમે 12 નવેમ્બરનાં રોજ અમે અમારા ધારાસભ્યો સાથે બેઠક કરીશું. આ પછી જ અમે કોઇપણ નિર્ણય પર આવીશું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર