Home /News /samachar /MP By-Poll Voting: દિગ્વિજય સિંહે EVM પર ઉઠાવ્યા સવાલ, કહ્યું - ટેકનિકના યુગમાં તેના પર વિશ્વાસ નથી

MP By-Poll Voting: દિગ્વિજય સિંહે EVM પર ઉઠાવ્યા સવાલ, કહ્યું - ટેકનિકના યુગમાં તેના પર વિશ્વાસ નથી

દિગ્વિજય સિંહે ટ્વિટ કરીને કહ્યું કે ટેકનિકના યુગમાં વિકસિત દેશ EVM પર વિશ્વાસ કરતા નથી પણ ભારત અને કેટલાક નાના દેશોમાં EVMથી ચૂંટણી થાય છે

દિગ્વિજય સિંહે ટ્વિટ કરીને કહ્યું કે ટેકનિકના યુગમાં વિકસિત દેશ EVM પર વિશ્વાસ કરતા નથી પણ ભારત અને કેટલાક નાના દેશોમાં EVMથી ચૂંટણી થાય છે

    ભોપાલ : મધ્ય પ્રદેશ વિધાનસભાની 28 સીટો પર યોજાઇ રહેલી પેટા ચૂંટણી (MP By-election 2020) માટે મંગળવારે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ઇવીએમને લઈને ફરીથી સવાલ ઉભા કર્યા છે. તેમણે એક ટ્વિટ કરીને કહ્યું કે ટેકનિકના યુગમાં વિકસિત દેશ EVM પર વિશ્વાસ કરતા નથી પણ ભારત અને કેટલાક નાના દેશોમાં EVMથી ચૂંટણી થાય છે. આખરે વિકસિત દેશ ઇવીએમથી ચૂંટણી કેમ નથી કરાવતા. કેમ કે તેમને EVM પર વિશ્વાસ નથી. આમ કેમ છે. તેનું કારણ બતાવવા એમપીના પૂર્વ સીએમે કહ્યું કે આવું એટલા માટે કારણ કે તેમાં ચીપ હોય છે જે હેક થાય છે.

    બીજી તરફ મુરૈનાના સુમાવલીમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગોળી વાગવાથી એક યુવક ઇજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્તને પોલીસે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. ફાયરિંગના કારણે લગભગ એક કલાક મતદાન રોકી દેવામાં આવ્યું હતું. ચૂંટણી પંચે સોમવારે મધ્ય પ્રદેશમાં પેટા ચૂંટણી કરાવવા માટે લગભગ 33 હજાર સુરક્ષા કર્મીઓની નિમણૂક કરવાની વાત કરી હતી. આટલી મોટી સંખ્યામાં સુરક્ષા હોવા છતા ગોળીબારીની ઘટનાએ પ્રશાસનિક વ્યવસ્થાઓ પર સવાલ ઉભા કર્યા છે.

    આ પણ વાંચો - બંગાળની ચૂંટણીમાં નહીં ઉતરે સૌરવ ગાંગુલી, બીજેપી નેતૃત્વને પાડી દીધી ના : રિપોર્ટ
    " isDesktop="true" id="1042558" >

    બદનાવરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)અને કોંગ્રેસના (Congress)કાર્યકર્તાઓ વચ્ચે ઝડપની ઘટના બની છે. ધાર પોલસીના મતે રવિવારની રાત્રે બીજેપી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝડપ થઈ હતી. જેમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં બે ની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે.
    First published:

    विज्ञापन