Home /News /samachar /

શું તમે પણ માધુરીની જેમ સુંદર દેખાવા માંગો છો? તો ફોલો કરો આ ટિપ્સ

શું તમે પણ માધુરીની જેમ સુંદર દેખાવા માંગો છો? તો ફોલો કરો આ ટિપ્સ

માધુરી દીક્ષિતે તેની ફિટનેસ અને સુંદરતા મામલે લોકોને આપી આ સલાહ

માધુરી દીક્ષિતે તેની ફિટનેસ અને સુંદરતા મામલે લોકોને આપી આ સલાહ

    ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત નેને બોલીવૂડમાં સુંદરની પર્યાય છે. તેનો ડાન્સ, ફેશન સેન્સ, સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દે છે. બોલિવૂડની સૌથી સુંદર અને સ્ટાઇલિશ અભિનેત્રીઓમાં માધુરી દીક્ષિતનું નામ આવે છે. ત્યારે 52 વર્ષ પણ માધુરીની સુંદરતા હજી પણ અકબંધ છે. માધુરીએ હાલમાં પોતાની આ સુંદરતા વિષે કેટલાક રહસ્ય જગજાહેર કર્યા છે. માધુરીની ફિટનેસ અને સુંદરતા મામલે લોકોને સલાહ આપી છે.


    માધુરી પોતાની ફિટનેસ માટે ડાન્સને જવાબદાર માને છે. ડાન્સ દ્વારા જ માધુરી પોતાની જાતને મેન્ટેન કરે છે. માધુરીએ પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે પહેલાથી જ પોતાના સ્વાસ્થયને લઇને સજાગ હતી. ખાવા પીવા અને કસરતને લઇને તે ક્યારેક આળસ નથી કરતી. અને જો તેણે લોકોને પણ મોર્નિંગ વોક અને રોજ કસરત કરવાની સલાહ આપી છે.


    માધુરીએ વધુમાં જણાવ્યું કે તે જાપાની ખોરાક વધુ પસંદ કરે છે. સામાન્ય રીતે તે જાપાની લોકો પોતાની ફિટનેસ માટે બોઇલ, શેકેલું અને હળવું તળેલું ભોજન ખાવાનું પસંદ કરે છે. જેમાં પ્રોટિન માટે ટોફૂ, મિશ્રત શાક અને મશરૂમ જેવી વસ્તુઓ સમાવિષ્ટ છે. જે શરીરને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોટિન, આર્યન, વિટામિન્સ, ખનીજ અને અન્ય પોષણ તત્વો આપે છે.


    વધુમાં માધુરીએ કહ્યું કે તે સવારે હર્બલ ટી પીએ છે. સાથે જ સપ્તાહમાં એક વાર નારિયળ પાણી પીવાનું નથી ભૂલતી. નારિયળ પાણીથી શરીરમાંથી અનેક ખરાબ વસ્તુઓ ડિટોક્સ થાય છે. વળી તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે. જે લાભદાયક હોય છે.


    આમ આ રીતે માધુરી દીક્ષિત પોતાના શરીરનું ધ્યાન રાખે છે. જેથી તે અંદરથી સ્વસ્થ રહી શકે અને તેમનો આ નિખાર તેમના ચહેરા પર પણ સ્પષ્ટ દેખાય છે.
    First published:

    આગામી સમાચાર