Home /News /samachar /

LRD પરીક્ષા: ટિકિટ બુકિંગ માટે રાજકોટ ST સ્ટેન્ડ પર લાગી લાઈનો

LRD પરીક્ષા: ટિકિટ બુકિંગ માટે રાજકોટ ST સ્ટેન્ડ પર લાગી લાઈનો

આ પરીક્ષામાં પરીક્ષાર્થીઓ માટે એસટી બસની સુવિધા કરવામાં આવી છે. (હરીન માત્રાવાડિયા, રાજકોટ)

આ પરીક્ષામાં પરીક્ષાર્થીઓ માટે એસટી બસની સુવિધા કરવામાં આવી છે. (હરીન માત્રાવાડિયા, રાજકોટ)

    લોકરક્ષક દળની ભરતીનું પ્રશ્ન પત્ર લીક થયા બાદ આગામી 6 જાન્યુઆરીનાં રોજ ફરીથી પરીક્ષા લેવામાં આવશે. જેમાં રાજ્ય સરકારે પરીક્ષાર્થીઓને નિ:શુલ્ક મુસાફરી કરવા દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ પરીક્ષામાં પરીક્ષાર્થીઓ માટે એસટી બસની સુવિધા કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓ નિ:શુલ્ક પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે એસટી બસની વ્યવસ્થા કરાઈ છે. આ મફત મુસાફરી કરવા માટે વિદ્યાર્થીઓએ ટિકિટ તો પહેલેથી લેવી પડશે. જેમાં આજે સવારથી રાજકોટમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાનો પરીક્ષાનો કોલ લેટર લઇને સવારનાં આઠ વાગ્યાથી લાઇનમાં ઉભા છે. પરંતુ ચાર કલાક થવા આવ્યાં તો પણ તેમને ટિકિટ નથી મળી. જેના કારણે વિદ્યાર્થીઓનાં રોષ દેખાય રહ્યો છે.


    રાજકોટમાં આજ સવારથી વિદ્યાર્થીઓ એક ટિકિટ લેવા માટે લાઇન લગાવીને એસટી ડેપોમાં ઉભા છે. પરંતુ એકપણ જણનો હજી વારો પણ નથી આવ્યો. તેઓ આ અંગે ગુસ્સો વ્યક્ત કરતાં જણાવે છે કે, 'સવારથી અમે અહીં ઉભા છે. જેનાથી અમારો વાંચવાનો સમય બગડે છે પરંતુ તંત્ર, પ્રસાશનને કોઇ ફેર પડતો નથી.'


    આ અંગે જ્યારે ડેપો મેનેજર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે, ' આખા ગુજરાતમાં આજે સવારથી આ પ્રક્રિયા ચાલુ થઇ છે. સર્વર ઠપ નથી. વિદ્યાર્થીઓને કયા સ્થળેથી કયા સ્થળની પ્રાયોરિટીનાં કારણે આ પ્રશ્ન ઉભો થયો છે. જે રીતે તેઓ સવારથી હાજર છે તેમ અમે પણ ફૂલ સ્ટાફની સાથે હાજર જ છે. અમે તેમને સુવિધા મળે તે માટે જ અહીં છીએ.'


    આ ટિકિટ શૂન્યની હશે જેથી ઉમેદવારે ભાડુ ચુકવવાનું રહેશે નહીં. રાજ્ય ભરતી બૉર્ડ દ્વારા આ ભાડુ ચુકવવામાં આવશે. ઉમેદવારો શૂન્યની ટિકિટ લઇને મુસાફરી કરી શકશે. 5 અને 6 જાન્યુઆરીની મુસાફરીની વિનામૂલ્યે ઑનલાઇન-ઓફલાઇન બૂકિંગ અને ડેપોવાઇઝ સમરી રક્ષાશક્તિ યુનિવર્સિટીને મોકલવી પડશે.


    કંડક્ટરોએ શૂન્ય ટિકિટ આપવા માટે ઇબીટીએમમાં એલઆરડી એક્ઝામ ઑપ્શન પસંદ કરી ટિકિટ આપવાની રહેશે. કૉલલેટર નંબર નાંખી રૂટની વિગતો સાથે ટિકિટ આપવામાં આવશે. પરીક્ષાર્થીઓએ પોતાનું આઇડી અને ઑરિજિનલ ફૉટો બતાવવાનાં રહેશે.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन