અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસનો (coronavirus) કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. રાજ્યમાં રાષ્ટ્રીય લૉકડાઉન (Lockdown 2.0) વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં સરકારે 15મી એપ્રિલથી જ માર્કેટિંગ યાર્ડ (APMC) શરૂ કરવાની પરવાનગી આપી દીધી છે. આ માર્કેટિંગ યાર્ડમાં ઘઉ-રાયડો સહિતના અનાજની આવક પણ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને રાજ્યમાં ખેડૂતોના ઘઉ તૈયાર છે ત્યારે યાર્ડને ધીરે ધીરે સોશિયલ ડિસ્ટન્સીંગ રાખી ખોલવામાં આવી રહ્યા છે. 22મી એપ્રિલ સુધીમાં રાજ્યનામાં 21 APMC ધમધમી ઉઠ્યા છે. સરકારે ટેકાના ભાવે (Minimum support Prise)ના ભાવે ખઉની ખરીદીની જાહેરાત પણ કરી દીધી છે. સરકારે આજે રાયડો અને ચણાની પણ ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે. સરકાર 1925 રૂપિયા પ્રતિક્વિન્ટલના ભાવે 30મી મે સુધી ખરીદી કરશે.
121 યાર્ડ ખુલ્યા
રાજ્યમાં કોરોના વાયરસનના કહેર વચ્ચે એક તરફ લૉકડાઉન છે તો બીજી બાજુ ચિંતાના માહોલ વચ્ચે પણ ખેડૂતો ધીરે ધીરે યાર્ડમાં પોતાની જણસ પહોંચાડી રહ્યા છે. રાજ્યનાં સૌથી મોટા ઉંઝા માર્કેટિંગ યાર્ડે (APMC Unjha)એ યાર્ડ ખોલવાનો નિર્ણય નથી તેવામાં રાજ્યમાં 121 માર્કેટિંગ યાર્ડ ખુલી ગયા છે જેમાં શાકભાજીથી લઈને અનાજનો વેપાર શરૂ થઈ ગયો છે.
સરકાર 50 હજાર મેટ્રિક ટન ટણા અને રાયડાની ખરીદી કરશે
રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું કે રાજ્ય સરકારે ટેકાના ભાવે ચણા અને રાયડાની પણ ખરીદી કરશે. દ્વારા 27મી એપ્રિલ દ્વારા 50 મેટ્રિક ટન રાયડો અને ચણાની ખરીદી કરવામાં આવશે આ ખરીદીની શરૂઆત 27મી એપ્રિલથી થશે.
2.31 લાખ ક્વિન્ટલ અનાજની આવક થઈ
રાજ્ય સરકારે આપેલી છૂટછાટ વચ્ચે રાજ્યમાં 2.31 લાખ ક્વિન્ટલ ઘઉ અને રાયડાનની આવક થઈ છે. દરમિયાન સરકારે ટેકાના ભાવે ઘઉની ખરીદીની પણ જાહેરાત કરી દીધી છે. આજથી સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પણ ઘઉની ખરીદી શરૂ થઈ ગઈ છે.
ટેકાના ભાવે ઘઉની ખરીદીની તારીખો જાહેર
મુખ્યમંત્રી વિજય રૂપાણી એ રાજ્યના ઘઉં પકવતા ખેડૂતોના હિતમાં અન્ય એક નિર્ણય લઇને રવિ સિઝન 2020-21માં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ મળે તેવા ઉદાત્ત ભાવથી આગામી સોમવાર 27 એપ્રિલથી 30 મી મે-2020 સુધી ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે આ સંદર્ભમાં વિસ્તૃત જાણકારી આપતાં કહ્યું કે, ઘઉંનું ખરીદી માટેનું રજિસ્ટ્રેશન સોમવાર 27 એપ્રિલથી 10 મે-2020 સુધી કરાવવાનું રહેશે.
અશ્વિની કુમારે વધુ વિગત આપતા એમ પણ જણાવ્યું હતું કે પ્રવર્તમાન કોરોના વાયરસના વ્યાપક સંક્રમણની સ્થિતીમાં ખેડૂતો દ્વારા માસ્કનો ઉપયોગ તથા ખરીદ કેન્દ્ર ખાતે સેનેટાઇઝરની સુવિધા ઉપલબ્ધ કરાવવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા રહશે.
ખેડૂતોને અને માછીમારોને છૂટ
ઉલ્લેખનીય છે કે લૉકડાઉના પ્રથમ ચરણમાં પણ ખેડૂતોને ખેતી માટે પરવાનગી આપવામાં આવી હતી ત્યારે રાજ્યમાં 13મી એપ્રિલથી જ માછીમારી માટે પણ પરવાનગી આપવામાં આવી હતી અને માછીમારોને દરિયો ખેડવાની પરવાનગી આપવામાં આવી હતી. સાથે જ માછીમારોની દરિયાઈ પેદાશોની હેરફેર અને ખરીદ-વેચાણ સાથે જોડાયેલી વ્યવસ્થાઓને શરૂ કરવાની પરવાનગી પણ આપવામાં આવી હતી.
" isDesktop="true" id="976214" >
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર