Home /News /samachar /સુરત : લુખ્ખા તત્વોની દાદાગીરીનો Live Video, મહિલા પર કર્યો હુમલો, કારના કાચ તોડી નાખ્યા

સુરત : લુખ્ખા તત્વોની દાદાગીરીનો Live Video, મહિલા પર કર્યો હુમલો, કારના કાચ તોડી નાખ્યા

મહિલા ઉપર કરવામાં આવ્યો હતો હુમલો:વાહનની પણ કરી તોડફોડ, અસામાજીક તત્વોમાં હવે નથી રહ્યો ખાખીનો કોઈપણ પ્રકારનો ડર

મહિલા ઉપર કરવામાં આવ્યો હતો હુમલો:વાહનની પણ કરી તોડફોડ, અસામાજીક તત્વોમાં હવે નથી રહ્યો ખાખીનો કોઈપણ પ્રકારનો ડર

    સુરત : સુરત નજીક (Surat) આવેલ સચિન (Sachin GIDC) વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતક હવે ચરમ સીમાંએ હોઈ તેવું લાગી રહ્યું છે.આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ એકમમાં કેટલાકે માથા ભારે તત્વોએ જાહેરમાં એક મહિલા ઉપર હુમલો (Attack on Woman) કર્યો હતો અને વાહનની પણ તોડફોડ કરી નાસી ગયા હતા.માથાભારે તત્વોની કરતૂતોનો વિડીયો (Video) પણ સોશ્યલ મીડિયા ઉપર (Social Media) બહોળા પ્રમાણમાં વાયરલ થયો હતો.સુરત માં સતત અસામાજિક તત્વો નો આંતક દિવસે ને દિવસે વધી રહીયો છે જોકે આ અસામાજિક તત્વો પોતાની સત્તા સ્થાપિત કરવા અને લોકોમાં ભયનો માહોલ પેદા કરવા સતત લોકોને મારવા સાથે પોતાની દાદાગીરી બતાવતા હોય છે ત્યારે આવી જ ઘટના સુરતના સચિન વિસ્તારમાં સામે આવી છે.

    અહીંયા એક પરિવાર દ્વારા લગ્ન પ્રસંગમાં આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે 10 થી 15 જેટલા અસામાજિક તત્વો દારૂના નશામાં આ લગ્ન પ્રસંગ ના સ્થળ પર પહોંચી હાહાકાર મચાવ્યો હતો અને ક્યાં આવેલી કેટલી ગાડીઓમાં તોડફોડ પણ કરી હતી.

    આ પણ વાંચો : સુરત : ગેંગવોરનો Live Video, અનુ-કરીમ ચીનાના શખ્સો બાખડ્યા, પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ

    આ પણ વાંચો : સુરત : રસ્તો ક્રોસ કરવા જતા યુવકને મળ્યું મોત, અકસ્માતનો વિચલિત કરતો CCTV Video વાયરલ

    જોકે આ અસામાજિક તત્વોને લગ્ન પ્રસંગમાં આવેલી એક મહિલા સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો તેની અદાવત રાખી આ લુખ્ખા તત્વોએ ગંગા મોકલ્યો હતો તેને લઈને સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ પેદા થયો હતો. લુખ્ખા તત્વોનોમાં હવે ખાખીઓ ખાખીનો ખોફ ઓસવાઈ ગયો હોઈ તેવું લાગી રહ્યું છે.જેનું તાજું ઉદાહરણ સચ્ચાઇન વિસ્તારમાં આવેલ એક ઇન્ડસ્ટ્રીયલ એકમનો કહી  શકાય..સોસાયલ મીડિયા ઉપર પણ લુખ્ખા તત્વોએ મચાવેલ આતંકનો વિડીયો બહોળા પ્રમાણમાં વાયરલ થઇ જતા હવે ચર્ચાનો વિષય બની ગયો છે.





    આ પણ વાંચો : સુરત : ડૂમસના બીચ પર ભૂત થાય છે? મધરાતે ઝડપાયેલા લબરમૂછિયાઓની વાત જાણી પોલીસ પણ ચોંકી ગઈ

    આ પણ વાંચો : આપઘાતની કરૂણ ઘટના! પરિણીતાએ લોહીથી 'I Love You' લખ્યું, વાત કરતાં કરતાં જિંદગી ટૂંકાવી

    લુખ્ખા તત્વો આ વિસ્તારમાં બેખોફ રીતે ટોળું બનવી ધસી આવતું વિડીયોમાં દેખાઈ રહ્યું છે અને એક મહિલાને ટાર્ગેટ કરી તેની ઉપર હુમલો કરી દઈ ત્યાંથી આબાદ નાસી છૂટે છે.એટલુંજ નહિ આ માથાભારે તત્વો એક કારની પણ તોડફોડ કરી નાસી જતા રહે છે.



    આ પણ વાંચો : દમણથી દારૂ ભરી સુરત જઈ રહેલું દંપતી ઝડપાયું, પોલીસને ચકમો આપવા ઘડ્યો હતો 'માસ્ટર પ્લાન'

    આ પણ વાંચો : સુરત : આશ્ચર્યજનક કરૂણ ઘટના! પતિ કેરીનો રસ લેવાનું ભૂલી જતા થયો ઝઘડો, પત્નીએ કરી આત્મહત્યા

    આ પ્રમાણેના ફૂટેજ જોઈ ને હવે ચોક્કસ થી કહી શકાય કે સૂરત અને તેની નજીકના વિસ્તાર એટલે કે સચિન વિસ્તારમાં પણ માથા ભારે તત્વોમાં હવે ખાખીનો કોઈ પણ પ્રકારનો ખોફ રહ્યો નથી તેથી જ આવા લુખ્ખા તત્વો હવે બેખોફ બનીને તેમના કારનામાઓને ઠંડે કલેજે અંજામ આપે છે જેનું તાજું ઉદાહરણ સચ્ચાઇન વિસ્તારમાં કરવામાં આવેલ હુમલાનું છે.
    First published: