Home /News /samachar /

60 વર્ષ પહેલા ભારતના પ્રવાસે આવેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ કોણ હતા?

60 વર્ષ પહેલા ભારતના પ્રવાસે આવેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ કોણ હતા?

અમેરિકાના કયા રાષ્ટ્રપ્રમુખે ભારતનો બે વાર પ્રવાસ કર્યો છે? ટ્રમ્પ પહેલા કયા-કયા રાષ્ટ્રપ્રમુખે ભારતનો કર્યો પ્રવાસ?

અમેરિકાના કયા રાષ્ટ્રપ્રમુખે ભારતનો બે વાર પ્રવાસ કર્યો છે? ટ્રમ્પ પહેલા કયા-કયા રાષ્ટ્રપ્રમુખે ભારતનો કર્યો પ્રવાસ?

    અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (American President Donald Trump) પોતાના બે દિવસીય પ્રવાસ માટે ભારત આવી રહ્યા છે. ભારત આવનારા તેઓ સાતમાં રાષ્ટ્રપતિ હશે. આવો જાણીએ કે અત્યાર સુધી કયા-કયા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને ક્યારે-ક્યારે ભારતના પ્રવાસે (American Presidents) આવી ચૂક્યા છે...


    ભારત આવનારા સૌથી પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડ્વાઇડ ડી. આઇજનહાવર હતા. તેઓ અમેરિકાના 34મા રાષ્ટ્રપ્રમુખ હતા. તેઓએ વર્ષ 1959માં 6 દિવસનો પ્રવાસ કર્યો હતો.


    ભારત આવનારા બીજા રાષ્ટ્રપ્રમુખ રિચર્ડ એમ. નિક્સન હતા. તેઓ અમેરિકાના 37મા રાષ્ટ્રપ્રમુખ હતા. તેઓએ 31 જુલાઈથી 1 ઑગસ્ટની વચ્ચે ભારતનો પ્રવાસ કર્યો હતો.


    અમેરિકાના 39મા રાષ્ટ્રપ્રમુખ જિમી કાર્ટર ત્રણ દિવસ ભારતના પ્રવાસે આવ્યા હતા. તેમનો આ પ્રવાસ 1થી 3 જાન્યુઆરી 1979 દરમિયાન રહ્યો હતો.


    વિલિયમ ક્લિન્ટન અમેરિકાના 42મા રાષ્ટ્રપ્રમુખ હતા અને તેઓ 19થી 25 માર્ચ 2000 દરમિયાન ભારતના પ્રવાસે આવ્યા હતા.


    જ્યોર્જ ડબલ્યૂ બુશ પણ ત્રણ દિવસના પ્રવાસ માટે ભારત આવી ચૂક્યા છે. તેઓ વર્ષ 2006માં ભારત આવ્યા હતા.


    44મા અમેરિકાના રાષ્ટ્રપ્રુમખ બરાક ઓબામા પહેલીવાર 6થી 9 નવેમ્બર 2010 દરમિયાન ભારત આવ્યા હતા. જ્યારે ભારતમાં મનમોહન સિંહની સરકાર હતી.


    બરાક ઓબામા બીજી વાર મોદી સરકારના કાર્યકાળમાં આવ્યા હતા. તેમનો આ પ્રવાસ 24 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી દરમિયાન થયો હતો. તેઓ ગણતંત્ર દિવસ પરેડના મુખ્ય મહેમાન બન્યા હતા.


    ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવનારા સાતમા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હશે. તેઓ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારત આવી રહ્યા છે.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन