દારૂના વેપારી વિજય માલ્યા (Vijay Mallya)એ સરકારથી 100 ટકા દેવું ચૂકવવાનો પ્રસ્તાવ સ્વીકાર કરી તેમની વિરુદ્ધ ચાલી રહેલા કેસ બંધ કરવાની અપીલ કરી છે. વિજય માલ્યાએ એક ટ્વિટમાં કહ્યું કે કોવિડ 19 રાહત પેકેજ માટે સરકારને અભિનંદન. તે જેટલી ઇચ્છે તેટલી કરન્સી પ્રિન્ટ કરી શકે છે. પણ મારા જેવા એક નાનકડા કોન્ટ્રીબ્યૂટરની અપીલ તેમણે સ્વીકારવી જોઇએ. હું સરકારી બેંકોની લોનને 100 ટકા પાછી આપવા માંગુ છું. મને કેમ આ રીતે નજર અંદાજ કરવામાં આવી રહ્યો છે. કોઇ શરત વગર મારા પૈસા પાછા લો અને કેસ બંધ કરો.
માલ્યાને ભારતથી ભગેડું જાહેર કરવામાં આવ્યો છે. તે માર્ચ 2016થી બ્રિટનમાં છે. તેની બ્રિટનના સ્કૉટલેન્ડ યાર્ડે 18 એપ્રિલ 2018ના રોજ ધરપકડ કરી હતી. ત્યારથી તે જમાનત પર છે. બ્રિટનના ગૃહ વિભાગે ભારતીય તપાસ એજન્સીઓની માંગણી પણ તેની પ્રત્યાપર્ણની મંજૂરી આપી છે. જો કે માલ્યા હાલ કાયદાકીય રીતે આના વિરુદ્ધ પ્રયાસો કરી રહ્યા છે. પણ તેમને સફળતા નથી મળી.
Congratulations to the Government for a Covid 19 relief package. They can print as much currency as they want BUT should a small contributor like me who offers 100% payback of State owned Bank loans be constantly ignored ? Please take my money unconditionally and close.
ગત મહિને એપ્રિલમાં લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં લોર્ડ જસ્ટિસ સ્ટીફન ઇર્વિન અને જસ્ટિસ એલિઝાબેથ લાઇંગની બે સદસ્યોની બેંચે ભારત પ્રત્યાર્પણ વિરુદ્ઘ દાખલ કરેલી અરજીને ફગાવી હતી. મની લોન્ડ્રિંગ કેસમાં વિજય માલ્યાને ભારત પ્રત્યાર્પણની વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી નાખી હતી. ઉલ્લેખનીય છે કે ભારતમાં અનેક બેંકથી માલ્યાએ કંપની કિંગફિશર એરલાઇન્સ દ્વારા 9000 કરોડ રૂપિયા ઉધારે લીધા હતા. અને નાણાંકીય અપરાધ મામલે હાલ તે વોન્ટેડ છે.
આ પહેલા વિજય માલ્યાએ 31 માર્ચના રોજ ટ્વિટમાં લખ્યું હતું કે હું બેંકોથી સતત તેમના તમામ પૈસા ચૂકવવાની ઓફર કરી રહ્યો છું. ન તો બેંક પૈસા લેવા તૈયાર છે ના જ ED સંપત્તિને છોડવા તૈયાર છે. કાશ. આ સમયે નાણાં મંત્રી મારી વાત સાંભળતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર