નવી દિલ્હી : ખેડૂતોની આવક ડબલ કરવા માટે સરકાર સળંગ નવા પગલા ભરી રહી છે. ગત દિવસોમાં લેવામાં આવેલા નિર્ણયો બાદ હવે કૃષિ મંત્રાલયે 3 મોટા સુધાર તરફ કામ શરૂ કર્યું છે. CNBC અવાજના સૂત્રોને મળેલી જાણકારી અનુસાર, પ્રધાનમંત્રી કાર્યાલયે કૃષિ મંત્રાલયને પાયાના સ્તર પર ત્રણ મોટા સુધાર લાગુ કરવાની સલાહ આપી છે. આના માટે કૃષિ મંત્રાલયે સ્પેશ્યલ સેલ બનાવી કામ કરવાની શરૂઆત કરી દીધી છે.
તો જોઈએ કયા છે આ સુધાર અને તેનાથી ખેડૂતને શું ફાયદો થશે
નવા સુધારા બાદ ખેડૂતને પાક વેચવાનું સરળ થશે. કૃષિ મંત્રાલયે 3 મોટા સુધારા તરફ કામ શરૂ કર્યું છે. કૃષિ મંત્રાલયે સ્પેશ્યલ રિફોર્મ સેલ બનાવ્યું છે. પ્રધાનમંત્રી કાર્યાલયની સલાહ પર આ કામ શરૂ થયું છે.
સ્પેશ્યલ સેલ એક જિલ્લા એક પાકને પ્રોત્સાહન આપશે. વ્યાપારીને સરળતાથી પાકની ઉપલબ્ધતાની જાણકારી હશે. ખેડૂતોને પોતાનો પાક વેચવા માટે ભટકવું નહીં પડે. કૃષિ ઉપજના ટ્રાન્સપોર્ટેશન પર કામ સ્પેશ્યલ સેલ કરશે.
ખેડૂત સરળતાથી એક જગ્યાથી બીજી જગ્યા પર પોતાના પાકનું ટ્રાંસપોર્ટેશન કરી શકશે.
ખેડૂત સરળતાથી પોતાનો પાક એક માર્કેટમાંથી બીજા માર્કેટમાં મોકલી શકશે. એટલે કે, ખેડૂતને જ્યાં ભાવ વધારે મળે ત્યાં પાક વેંચી શકશે.
ખેડૂતો માટે ક્ષેત્રિય(સ્થાનિક) ભાષામાં ઈ-મંડીના પ્લેટફોર્મ બનશે. આ પ્લેટફોર્મ દ્વારા વ્યાપારી અને ખેડૂત એક-બીજા સાથે જોડાઈ શકશે. હાલમાં જ સરકારે ખેડૂતોને પોતાનો પાક માર્કેટથી બહાર વેંચવાની મંજૂરી આપી છે. સાથે જ કોન્ટ્રાક્ટ ફાર્મિંગને પણ લીલી ઝંડી મળી છે.
1 ઓગસ્ટે આવશે PM-Kisan સ્કીમ હેઠળ 2000-2000 રૂપિયા - ખેડૂતોને ખેતી માટે સીધા તેમના એકાઉન્ટમાં પૈસા આપતી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કિમનો આગામી હપ્તો 1 ઓગસ્ટથી આવવાનો શરૂ થઈ જશે. એટલે કે, 2 મહિના બાદ મોદી સરકાર તમારા ખાતામાં 2000 રૂપિયા નાખશે. આ સ્કીમ હેઠળ વાર્ષિક ત્રણ હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર