Home /News /samachar /

મમતા બેનર્જીને ફટકો! કલકત્તા HCનો CAA-NRC વિરોધી જાહેરખબર હટાવવા આદેશ

મમતા બેનર્જીને ફટકો! કલકત્તા HCનો CAA-NRC વિરોધી જાહેરખબર હટાવવા આદેશ

ટીએમસી સરકારે સંભવીત એનઆરસીને નષ્ટ કરી દીધો હતો. આ અંગે ટીએમસી સરકારને રાજ્યભરમાં નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસી વિરોધી પોસ્ટર લગાવ્યા હતા.

ટીએમસી સરકારે સંભવીત એનઆરસીને નષ્ટ કરી દીધો હતો. આ અંગે ટીએમસી સરકારને રાજ્યભરમાં નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસી વિરોધી પોસ્ટર લગાવ્યા હતા.

    કોલકાતાઃ પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જીની (mamata banerjee) સત્તાવાળી તૃણમૂળ કોંગ્રેસની સરકારે કોલકત્તા હાઈકોર્ટે (kolkata high court)મોટો ફટકો આપ્યો છે. તાજેતરમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા બનાવવામાં આવેલા નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ ટીએમસી અને મુખ્યમંત્રી (chief minister) મમતા બેનર્જીએ અનેક રેલીઓમાં કર્યો હતો.


    ટીએમસી સરકારે સંભવીત એનઆરસીને નષ્ટ કરી દીધો હતો. આ અંગે ટીએમસી સરકારને રાજ્યભરમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને એનઆરસી (NRC)વિરોધી પોસ્ટર લગાવ્યા હતા. આ પોસ્ટરોને હાઈકોર્ટે હટાવવાનો આદેશ કર્યો છે. ચીફ જસ્ટીસની આગેવાની ડિવિઝન બેચે કહ્યું કે, સાર્વજનિક સ્થાનોમાં આ પોસ્ટર અને જાહેરખબર હટાવી દે જેના થકી એનઆરસી અને સીએએનો વિરોધ કરવામાં આવે છે.


    Anti CAA-NRC વિજ્ઞાપનો વિરુદ્ધ વકીલોના એક ગ્રૂપે અરજી દાખલ કરી હતી. તેઓ ટીએમસી સરકારના એ નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં ગયા જે અંતર્ગત ટીવી, વેબસાઈટ્સ અને સમાચાર પત્રોમાં સીએએ અને એનઆરસી વિરોધી જાહેરખબર આપવામાં આવી હતી. આ જાહેર ખબરમાં એ જણાવવામાં આવ્યું છે કે, પશ્વિમ બંગાળ સરકાર સીએએ અને સંભવિત એનઆરસીનો વિરોધ કરે છે અને આ કાયદાને લાગુ નહીં કરે.


    અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર પોતાનો પ્રોપગેન્ડા ફેલાવવા માટે જનતા અને પૈસાનો ઉપયોગ કરે છે. કોર્ટે કહ્યું કે, કેટલાક સમય માટે આ જાહેરખબરો ઉપર રોક લગાવી દો. આ અંગે આગામી સુનાવણી 9 જાન્યુઆરીએ થશે.


    બીજેપી નેતા રાહુલ સિન્હાએ આ મામલા ઉપર કહ્યું હતું કે, આ સંવિધાનની જીત છે કારણ કે ટીએમસી તેનું અપમાન કરી રહી છે. બંધારણ અંતર્ગત બનાવવામાં આવેલા કાયદાનું અપમાન કરવું અને પછી જનતાના પૈસાથી જાહેરખબર આપવી એ ખોટું છે.
    First published:

    આગામી સમાચાર