નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેર કરી LTA વાઉચર અને સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ
નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેર કરી LTA વાઉચર અને સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ
Special Festival Advance Scheme: દશેરા અને દિવાળી પહેલા નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister of India) લાખો સરકારી કર્મચારીઓને ભેટ આપી છે. તેમના માટે સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સની સ્કીમ જાહેર કરી છે.
Special Festival Advance Scheme: દશેરા અને દિવાળી પહેલા નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister of India) લાખો સરકારી કર્મચારીઓને ભેટ આપી છે. તેમના માટે સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સની સ્કીમ જાહેર કરી છે.
નવી દિલ્હી: નાણા મંત્રી (Finance Minister Nirmala Sitharaman)એ દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે માંગ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. સોમવારે નાણા મંત્રીએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે સરકારી કર્મચારીઓ માટે એક ખાસ સ્કીમ શરૂ કરવામાં આવી છે. જેનાથી સરકારી કર્મચારીઓને એડવાન્સમાં રૂપિયા 10 હજાર મળી શકશે. આનો ફાયદો કેન્દ્રીય કર્મચારી (Central Government Employee)ઓને મળશે. નોંધનીય છે કે કોવિડ 19 (Covid 19)ની અર્થતંત્ર પર અસરને જોતા નાણા મંત્રીએ સ્પેશિયલ LTC કેશ સ્કીમ પણ લોંચ કરી છે. આ સ્કીમમાં એલટીએના બદલે કર્મચારીઓને એક કેશ વાઉચર (LTC Cash Voucher Scheme) મળશે. જોકે, આનો ઉપયોગ 31મી માર્ચ 2021 પહેલા કરવાનો રહેશે. જોકે, આ સુવિધા લેવા માટે અમુક માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. કહેવામાં આવી રહ્યું છે કે તેનાથી પ્રવાસને પ્રોત્સાહન મળશે.
નાણા મંત્રીએ માંગ વધારવા માટે બે પ્રકારના પ્રસ્તાવ રજૂ કર્યાં:
નાણા મંત્રીએ જણાવ્યું કે કેન્દ્રીય કર્મચારીઓ આ સ્કીમને લાભ લઈ શકશે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આ પ્રસ્તાવ સ્વીકાર કરશે તો તેના કર્મચારીઓ પણ આ લાભ લઈ શકશે.
પૈસા કેવી રીતે મળશે?
નાણા મંત્રીએ જણાવ્યું કે આ સ્કીમનો લાભ લેવા માટે કર્મચારીને પ્રી-પેડ કાર્ડ મળશે. એટલે કે તેમાં પહેલાથી જ રિચાર્જ હશે. જેમાં 10 હજાર રૂપિયા મળશે. આ સાથે જ તેના પર લાગતા તમામ ચાર્જ પણ સરકાર ભોગવશે.
The second part of the Modi Govt's plan to boost consumer demand is a one-time restoration of the festival advance for central govt employees through the Special Festival Advance Scheme. This is expected to generate at least about Rs 8,000 crore of demand. pic.twitter.com/YnvdCTsnfE
નાણા મંત્રીએ કહ્યું કે, આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર કર્મચારીઓ પર 4,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. જો, રાજ્ય સરકાર પણ આને લાગૂ કરે છે તો આઠ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે.
સરકારનું કહેવું છે કે આ યોજનાથી કુલ આઠ હજાર કરોડ રૂપિયાની ગ્રાહક માંગ વધવાની આશા છે. જેનો સીધો ફાયદો દેશની અર્થવ્યવસ્થાને થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર